શોધખોળ કરો
Alia Bhatt Company: આલિયા ભટ્ટની કંપની ખરીદી શકે છે મુકેશ અંબાણી, આટલા કરોડમાં થઇ શકે છે ડીલ
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માત્ર ફિલ્મોમાં જ સફળ નથી પરંતુ તે બિઝનેસની દુનિયામાં પણ સફળ છે. એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ આલિયા ભટ્ટની એક કંપની ખરીદવા જઈ રહી છે.

ફોટોઃ ગૂગલ
1/9

Alia Bhatt Ambani Deal: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માત્ર ફિલ્મોમાં જ સફળ નથી પરંતુ તે બિઝનેસની દુનિયામાં પણ સફળ છે. એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ આલિયા ભટ્ટની એક કંપની ખરીદવા જઈ રહી છે.
2/9

આલિયા ભટ્ટ ફિલ્મ અભિનેત્રી તરીકે જાણીતી છે. જો કે તેમનો કાર્યક્ષેત્ર આ પૂરતો મર્યાદિત નથી. એક્ટિંગ અને મોડલિંગ સિવાય આલિયા બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે.
3/9

આ વાતનો પુરાવો એક પ્રસ્તાવિત ડીલ છે, જેમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલિયા ભટ્ટની કંપની ખરીદવા માટે રસ દાખવી રહી છે.
4/9

એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલિયાની કંપની Eternia Creative ને ખરીદવા માંગે છે. આ મામલે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
5/9

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલ 300 થી 350 કરોડ રૂપિયામાં પૂર્ણ કરી શકે છે. આ ડીલ રિલાયન્સ બ્રાન્ડ્સ દ્વારા થઈ શકે છે જે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે.
6/9

આલિયા ભટ્ટની કંપની Ed-a-Mamma બ્રાન્ડ નામથી બાળકોના કપડાં બનાવે છે. રિલાયન્સ બ્રાન્ડ્સ તેને ખરીદીને ચિલ્ડ્રન વેઅર કેટેગરીમાં તેની હાજરી મજબૂત કરવા માંગે છે.
7/9

ચિલ્ડ્રન વેઅરની બ્રાન્ડ Ed-a-Mamma તમામ રાઇટ્સ Eternia Creative ની માલિકીના છે. આલિયા ભટ્ટ આ કંપની Eternalia Creativeની ડાયરેક્ટર છે.
8/9

એક રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટની કંપની અને રિલાયન્સ બ્રાન્ડ્સ વચ્ચે ડીલને લઈને ચાલી રહેલી વાતચીત આગામી 7 થી 10 દિવસમાં ફાઈનલ થઈ શકે છે.
9/9

આલિયા ભટ્ટે આ બ્રાન્ડ Ed-a-Mamma ની શરૂઆત વર્ષ 2020માં કરી હતી. અત્યારે તેના કપડા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાય છે.
Published at : 18 Jul 2023 10:14 AM (IST)
આગળ જુઓ
Advertisement