શોધખોળ કરો
Pension Scheme: આ સરકારી પેન્શન સ્કીમમાં કરો રોકાણ, વૃદ્ધાવસ્થામાં દર મહિને 10 હજાર મળશે
Pension Scheme: આ સરકારી પેન્શન સ્કીમમાં કરો રોકાણ, વૃદ્ધાવસ્થામાં દર મહિને 10 હજાર મળશે

પ્રતિકાત્મક તસવીર
1/7

Atal Pension Yojana: તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવવા માટે તમે ભારત સરકારની એક શાનદાર પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. તેનું નામ અટલ પેન્શન યોજના છે.
2/7

હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે અટલ પેન્શન યોજનાને લઈને એક મહત્વપૂર્ણ વાત કહી છે. નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ ઓછામાં ઓછું 8 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.
3/7

અટલ પેન્શન યોજના એક પેન્શન યોજના છે, જે ખાસ કરીને ઓછી આવક ધરાવતા જૂથની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે.
4/7

આ યોજના 9 મે, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી શકે છે. આ પેન્શન તમે રોકાણ કરેલ રકમ પર આધાર રાખે છે.
5/7

આ યોજના હેઠળ રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
6/7

જો તમે 18 વર્ષની ઉંમરે તમે તમારી આવકમાંથી દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે.
7/7

જો પતિ અને પત્ની બંને આ યોજનામાં રોકાણ કરે છે, તો 60 વર્ષની ઉંમર પછી બંનેને કુલ 10,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે.
Published at : 29 Mar 2024 06:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
