શોધખોળ કરો
Earthquake :ભૂકંપથી જાપાનમાં ભીષણ તબાહી, બૂલેટ ટ્રેન પટરી પરથી ઉતરી, જુઓ વિનાશક તસવીરો

જાપાનમાં ભૂકંપ
1/6

ઉતરી જાપાનના ફુફુશિમા તટ પર બુધવારે રાત્રે 7.4 તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી દીધી છે. ભૂકંપ 4 લોકોના મોત થયા છે તો 90થી વધુ લોકો ઘાયલ થયા છે. , જાપાનની હવામાન એજન્સીએ ફુકુશિમા અને મિયાગી પ્રાંતના દરિયાકાંઠે ઓછા જોખમની સુનામીની ચેતવણી આપી હતી જે હવે પાછી ખેંચી લીધી હતી.
2/6

એએફપી ન્યૂઝ એજન્સીએ ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપ બાદ લગભગ 20 લાખ ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને તેઓ અંધકારમાં ડૂબી ગયા હતા. આમાં એકલા રાજધાની ટોક્યોમાં 700,000 ઘરોનો સમાવેશ થાય છે.
3/6

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગુરુવારે સવારે સંસદના સત્રમાં જણાવ્યું હતું કે ભૂકંપ દરમિયાન ચાર લોકોએ જીવ ગૂમાવ્યો છે તો 97થી વધુ લોકો ઘાયલ થયા છે.
4/6

વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું કે ફુકુશિમા અને મિયાગી વચ્ચેની તોહોકુ શિંકનસેન એક્સપ્રેસ ટ્રેન ભૂકંપના કારણે આંશિક રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ કોઈને ઈજા થઈ નથી.
5/6

ભૂકંપના કારણે ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા મકાનોની દિવાલો ધરાશાયી થઇ હતી.. ફુકુશિમા શહેરમાં શો રૂમના ગ્લાસની દિવાલો અને ક જગ્યાએ ધરાશાયી થતી જોવા મળી હતી.
6/6

ભૂકંપના આંચકાએ જાપાનમાં 2011ની ફુકુશિમા દુર્ઘટનાની કાળી યાદો કરી દીધી છે. જ્યારે 11 વર્ષ પહેલાં જાપાનમાં 9.0-9.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જે પછી સુનામીએ ફુકુશિમા પરમાણુ પ્લાન્ટનો નાશ કર્યો હતો. સુનામીમાં લગભગ 18,500 લોકોના નિધન થઇ ગયા હતા.
Published at : 17 Mar 2022 01:40 PM (IST)
આગળ જુઓ
Advertisement