President Election: દેશના 15મા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે અને 21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં પણ કવાયત શરૂ થઈ ગઈ છે.
2/7
NDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે અને ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
3/7
18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂટણી થવાની છે. તે માટે ગુજરાતના ધારાસભ્યો વિધાનસભા ભવન ખાતે મતદાન કરશે.
4/7
આ ચૂંટણીના પગલે આજે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર પહોંચી જવા અને ભાજપના તમામ MLAને આજથી 18 જુલાઈ સુધી ગાંધીનગર ના છોડવા સૂચના આપવામાં આવી છે.
5/7
દ્રોપદી મુર્મૂ 15 જુલાઈના રોજ આવવાના હતા. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદના પરિણામે આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવામાં આવ્યો હતો.
6/7
રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. જેમાંથી 28 માન્ય રાખ્યા છે.
7/7
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ મહિલા આદિવાસી ઉમેદવાર હોવાથી દ્રૌપદી મુર્મૂ ગુજરાતમાં વિપક્ષના આદિવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ કરશે.