શોધખોળ કરો
Advertisement

Healwave: અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ, ગરમીથી લોકો ત્રાહિમામ, આ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રીને પાર
બપોરના સમયે રોડ રસ્તા, ફરવા લાયક સ્થળો પણ સૂમસાન બન્યા છે. બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપાએ અપીલ કરી છે.

તસવીર ABP LIVE
1/6

ગાંધીનગર: રાજ્યમાં આગામી ચાર દિવસ આગ જરતી ગરમી યથાવત રહેશે. આણંદ, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પંચમહાલ, અરવલ્લી, અમરેલી, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.
2/6

અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ માટે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી અને ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગની આગાહી છે. ચાર દિવસ બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
3/6

સુરેન્દ્રનગર અને બનાસાકાંઠા જિલ્લામાં સૂર્ય નારાયણનો પ્રકોપ જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારના ગામડાઓમાં તાપમાનનો પારો 47 ડીગ્રીને પાર પહોચ્યોછે.
4/6

બનાસાકંઠા જિલ્લાના ડીસામાં 45.4 ડીગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.
5/6

રાજકોટમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહ્યો છે. ભારે ગરમીથી ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ત્રાહિમામ છે.
6/6

બપોરના સમયે રોડ રસ્તા, ફરવા લાયક સ્થળો પણ સૂમસાન બન્યા છે. બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપાએ અપીલ કરી છે.
Published at : 23 May 2024 08:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
