શોધખોળ કરો
Bharuch: નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી,જુઓ તસવીરો
Bharuch: નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી,જુઓ તસવીરો

અંકલેશ્વરમાં તબાહી સર્જી
1/8

નર્મદાના પાણીએ ભરૂચમાં તબાહી મચાવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ ખાતે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
2/8

અંકલેશ્વર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ત્યાગી નગર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 100થી વધુ મકાનોમાં પાણીએ કબજો જમાવ્યો છે. તમામ ઘરોમાં ચારથી પાંચ ફૂટ પાણી છે.
3/8

નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરે અંકલેશ્વરમાં ભારે તબાહી સર્જી છે. ભરૂચના અંકલેશ્વર શહેરમાં ચારેય તરફ પાણીનું રાજ જોવા મળ્યું છે.
4/8

મંદિર અને મકાનોમાં ઘુસી ગયા પાણી. વીજ કંપનીના ત્રણ કર્મચારીઓને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા. અંકલેશ્વરના સક્કરપુરા અને જુના હરિપુરા ગામ પાણીમય બન્યા.
5/8

નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરની 55 સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદી પાણી વચ્ચે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા.
6/8

જનક વાટિકાના 200 મકાનો હજુ પાણીમાં છે. લોકો સાફ સફાઈમાં જોતરાયા છે. ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવા પાણીમાં ઉતર્યા હતા.
7/8

અંકલેશ્વરના એસીયાડ નગરમાં વિસ્તારમાં ભારે પાણી ભરાયા. એસીયાડ નગરમાં 100થી વધુ મકાનોમાં ચાર ફુટ સુધી પાણી ભરાતા ઘરવખરીને થયું મોટું નુકસાન થયું છે.
8/8

અંકલેશ્વરમાં લોકોના ઘરમાં કમર સુધીના પાણી ભરાયેલા છે.
Published at : 18 Sep 2023 09:51 PM (IST)
આગળ જુઓ
Advertisement