શોધખોળ કરો
Election Results 2023: ત્રણ રાજ્યોમાં મોદી મેજિક, તેલંગાણામાં કોંગ્રેસની બહાર, ઢોલ-નગારાની વચ્ચે મનાવાઇ રહ્યો છે જશ્ન, તસવીરો....
રાજસ્થાનમાં આ સમયે ભાજપ આગળ છે. આ સાથે જ ત્રણ રાજ્યોમાં મોદીનો જાદુ ચાલ્યો છે, તો તેલંગાણામાં કોંગ્રેસ બહાર આવી છે, અને સવારથી જ ઢોલ-નગારાં વચ્ચે કાર્યકર્તાઓ જશ્ન મનાવવા લાગ્યા છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Election Photos: આજે આવી રહેલા ચાર રાજ્યનો મતગણતરીના ટ્રેન્ડમાં લેટેસ્ટ તેલંગાણામાં ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 63 સીટો પર આગળ છે. તે જ સમયે, રાજસ્થાનમાં આ સમયે ભાજપ આગળ છે. આ સાથે જ ત્રણ રાજ્યોમાં મોદીનો જાદુ ચાલ્યો છે, તો તેલંગાણામાં કોંગ્રેસ બહાર આવી છે, અને સવારથી જ ઢોલ-નગારાં વચ્ચે કાર્યકર્તાઓ જશ્ન મનાવવા લાગ્યા છે.
2/9

તેલંગાણામાં કોંગ્રેસને ટ્રેન્ડમાં બહુમતી મળતી જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ 63 સીટો પર આગળ છે. તે જ સમયે, તે 46 બેઠકો પર આગળ છે.
3/9

તેલંગાણામાં કોંગ્રેસના કાર્યકરોમાં જશ્ન જોવા મળી શકે છે.
4/9

ઢોલ-નગારા સાથે કોંગ્રેસના કાર્યકરોમાં ઉજવણી થઈ રહી છે, જેની તસવીરો સામે આવી છે.
5/9

તેલંગાણામાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તાજેતરની કર્ણાટક ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.
6/9

2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસને 19 બેઠકો મળી હતી.
7/9

મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ ગજવેલ અને કામરેડ્ડી વિધાનસભાથી ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના તેલંગાણા અધ્યક્ષ રેવન્ત રેડ્ડી પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આજે ઈવીએમ ખુલતાની સાથે જ બંને દિગ્ગજ નેતાઓના ભાવિનો ફેંસલો થઈ જશે.
8/9

રાજસ્થાનમાં ભાજપ 125 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 62 સીટો પર આગળ છે. આ સિવાય બીજા 12 આગળ છે.
9/9

ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published at : 03 Dec 2023 02:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
