ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જવા માટે લખનઉના ચૌધરી ચરણ સિંહ એરપોર્ટ (અમૌસી) પહોંચેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રોકવામાં આવ્યા છે. જેના વિરોધમાં તેઓ એરપોર્ટ પર જ ધરણા પર બેસી ગયા છે.
2/6
ભૂપેશ બઘેલે શેર કરેલી તસવીરોમાં તે ફ્લોર પર બેઠા છે. તેમણે કહ્યું કે શું આપણે આપણા લોકોને મળી શકતા નથી ? બઘેલે કહ્યું કે મેં વિચાર્યું કે હું સીતાપુર જઈશ અને પ્રિયંકા ગાંધીને મળીશ અને પાછો આવીશ કારણ કે લખીમપુરમાં 144 લગાવવામાં આવી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે લખનઉ પણ 144 લગાવવામાં આવી છે. મેં સવાલ કર્યો કે પીએમ મોદી કઈ રીતે કાર્યક્રમ કરી રહ્યા છે, તેમનો જવાબ તેની પાસે નહોતો.
3/6
ભૂપેશ બઘેલે કહ્યું કે હત્યારા ખુલ્લે આમ ફરી રહ્યા છે. જે લોકો સવાલ ઉઠાવે છે તેની ધરપકડ કરવામાં આવે છે. હું હજુ પણ અહીં છું. કદાચ તઓ મારી પણ ધરપકડ કરી શકે છે. કઈ કહી ન શકાય. યુપી પોલીસ કંઈ પણ કરી શકે છે. જ્યારે કંઇ કર્યા વગર પ્રિયંકા ગાંધી સામે કેસ દાખલ કરી શકતા હોય, તો પછી મારી સામે પણ કેસ દાખલ કરી શકે છે.
4/6
છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે અમારી સરકારમાં ક્યારેય કોઈને રોક્યા નથી. જે જ્યાં જવા માંગે ત્યાં જાય. ભાજપના લોકો કહે છે કે તમે રાજસ્થાન કેમ નથી જતા, તેઓ ત્યાં વિપક્ષમાં છે, જેપી નડ્ડા જાય. કોણ રોકી રહ્યા છે.
5/6
જણાવી દઈએ કે યુપી પોલીસે કોંગ્રેસ નેતાઓ પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા, કુલદીપ વત્સ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુ સહિત 10 નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
6/6
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી, જે લખીમપુર ખીરી ઘટનાના પીડિતોને મળવા જતા રસ્તામાં સીતાપુરમાં અટકાયત કરવામાં આવી હતી, તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.