શોધખોળ કરો
Meghalaya Tour: પહાડો ફરવાના શોખીનો માટે IRCTC લાવ્યું મેઘાલય પેકેજ, માત્ર આટલા રૂપિયામાં થઇ જશે કામ
IRCTC મેઘાલય માટે સસ્તું ટૂર પેકેજ લાવ્યું છે. આમાં તમને થોડા હજાર રૂપિયામાં ઘણી સુવિધાઓ મળી રહી છે

એબીપી લાઇવ
1/8

Meghalaya Tour: જો તમે આ વર્ષે મેઘાલયની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક સસ્તું અને અદભૂત ટૂર પેકેજ લઈને આવ્યું છે. અમે તમને તેની વિગતો જણાવી રહ્યા છીએ. IRCTC મેઘાલય માટે સસ્તું ટૂર પેકેજ લાવ્યું છે. આમાં તમને થોડા હજાર રૂપિયામાં ઘણી સુવિધાઓ મળી રહી છે.
2/8

ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલય તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જો તમને પણ પહાડો, ધોધ, નદીઓ અને જંગલો ગમે છે તો તમે મેઘાલય જવાનો પ્લાન બનાવી શકો છો.
3/8

IRCTCના આ પેકેજનું નામ Mesmerizing, Meghalaya Ex Bhubaneswar છે. આ ફ્લાઇટ પેકેજ છે. આમાં પ્રવાસીઓને ઓડિશાના ભુવનેશ્વરથી ગુવાહાટી સુધીની ફ્લાઈટની સુવિધા મળી રહી છે.
4/8

આ પેકેજમાં પ્રવાસીઓને ગુવાહાટી, શિલોંગ, ચેરાપુંજી, માવલીનોંગ અને કાઝીરંગા લઈ જવામાં આવશે. આ એક કમ્ફર્ટ પેકેજ છે, જેમાં પ્રવાસીઓને હોટલમાં રહેવા સિવાય નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળી રહી છે.
5/8

બપોરના ભોજન માટે તમારે તમારી રીતે પોતાની વ્યવસ્થા કરવી પડશે. પ્રવાસીઓ માટે એક નાઈટ બ્રહ્મપુત્રા રિવર ક્રૂઝનું પણ એક પેકેજ તરીકે આયોજન કરવામાં આવ્યું છે.
6/8

સમગ્ર પેકેજમાં પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તેની ખાતરી કરવા માટે IRCTCએ ટૂર મેનેજર પણ પ્રદાન કર્યા છે. પ્રવાસ વીમાનો લાભ પણ પેકેજમાં ઉપલબ્ધ છે.
7/8

તમે નવેમ્બર 8, 2024 થી આ પ્રવાસનો આનંદ માણી શકો છો. આ સંપૂર્ણ પેકેજ 6 રાત અને 7 દિવસ માટે છે.
8/8

પેકેજ ફી ઓક્યૂપેન્સી અનુસાર નક્કી કરવામાં આવે છે. સિંગલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ 62,575 રૂપિયા ચૂકવવા પડશે. વળી, ડબલ ઓક્યૂપેન્સીમાં તમારે 48,270 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રિપલ ઓક્યૂપેન્સીમાં તમારે વ્યક્તિ દીઠ 45,790 રૂપિયા ચૂકવવા પડશે.
Published at : 09 Aug 2024 01:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
