શોધખોળ કરો
Mukesh Ambani House: બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના આલીશાન ઘરની Inside તસવીર, જુઓ શાનદાર તસવીરો
Mukesh Ambani House Antilia: વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી વિશ્વના બીજા સૌથી મોંઘા મકાન એન્ટિલિયામાં રહે છે. ઘરની અંદરની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

મુકેશ અંબાણીના ઘરની ઇનસાઇડ તસવીર
1/11

Mukesh Ambani House Antilia: વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી વિશ્વના બીજા સૌથી મોંઘા મકાન એન્ટિલિયામાં રહે છે. ઘરની અંદરની સુંદરતા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
2/11

મુકેશ અને નીતા અંબાણીનું ઘર, એન્ટિલિયા કદાચ ભારતમાં સૌથી વધુ ચર્ચિત રહેઠાણોમાંનું એક છે. જે અલ્ટામાઉન્ટ રોડ, દક્ષિણ મુંબઈમાં સ્થિત છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાને બકિંગહામ પેલેસ પછી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન રહેણાંક મિલકત માનવામાં આવે છે.
3/11

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી $82.9 બિલિયનની કુલ સંપત્તિના માલિક છે. સંપત્તિના મામલામાં તેઓ વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા જ્યારે તે માત્ર 20 વર્ષની હતી.
4/11

મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે, આકાશ, ઈશા અને અનંત અંબાણી. મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ મુંબઈમાં વિશ્વના બીજા સૌથી મોંઘા મકાનમાં રહે છે. આ ઘરનું નામ પ્રાચીન ટાપુ એન્ટિલિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
5/11

તેમના 27 માળના ઘરમાં વિશ્વની સૌથી આધુનિક અને લક્ઝરી સુવિધાઓ છે. અંબાણીના ઘરને જે ખાસ બનાવે છે તે તેની ખાસિયતો છે.
6/11

રિક્ટર સ્કેલ પર આઠ સુધીના ધરતીકંપનો સહી શકે તેવી ક્ષમતા ધરાવતું આ ઘર છે. એન્ટિલિયામાં ત્રણ હેલિપેડ છે, એક થિયેટર જેમાં 80 મહેમાનો બેસી શકે છે, એક સ્પા, 168 વાહનો માટેનું એક ગેરેજ, એક બૉલરૂમ અને ટેરેસ ગાર્ડન છે.
7/11

મુકેશ અંબાણીના ઘરની અંદરનો લૂક ખૂબ જ શાનદાર છે. ઘરની અંદર જતા જ શાનદાર કલેકશન દેખાય છે. અઘરની અંદર વૂડનું ઇન્ટરિયર ખૂબ જ સુંદર લૂક આપે છે. વૂડનથી ઘૂમાવદાર સીડી ટેરાકોટા ટોનમાં આલિશાન સોફા યુનિક લૂક આપે છે.
8/11

આ ઘર મુંબઈના કફ પરેડ વિસ્તારમાં છે. આ એ જ ઘર છે જેને સ્વર્ગસ્થ ધીરુ ભાઈ અંબાણી વારંવાર તેમના ઈન્ટરવ્યુમાં 'ઘર' કહેતા હતા.
9/11

એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુના નામ પરથી તેનું નામ "એન્ટીલિયા" રાખવામાં આવ્યું છે.
10/11

દેખીતી રીતે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા કોઈ રાજા-મહારાજાના મહેલથી કમ નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ભારતના નંબર વન અમીર વ્યક્તિ છે અને તેમની સંપત્તિ કોઈ સમ્રાટના રજવાડાથી ઓછી નથી.
11/11

આ આલીશાન ઘરમાં રહેતા પહેલા મુકેશ અંબાણી તેમના પરિવાર અને નાના ભાઈ અનિલ અંબાણી સાથે રહેતા હતા. બંને ભાઈઓએ આ 17 માળની ઈમારત ખરીદી હતી, જે મુંબઈની સૌથી મોંઘી મિલકતોમાંની એક છે, જેમાં સમુદ્રમાંથી ઉછળતા પવનની મજા માણી શકાતી હતી.
Published at : 10 Feb 2023 08:16 AM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
દેશ