શોધખોળ કરો
હાથી, કમળ અને મોર.... રામ મંદિરમાં લાગ્યા તમામ 14 સોનાના દરવાજા , જુઓ તસવીરો
Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.

ફોટોઃ ટ્વિટર
1/8

Ram Mandir Pran Pratishtha News: 22 જાન્યુઆરીએ રામલલાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવી રહ્યું છે કે તેને લાંબા સમય સુધી કોઈ નુકસાન ન થાય.
2/8

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024ના રોજ છે જ્યારે અઠવાડિયા સુધી ચાલનારી પૂજા કાર્યક્રમ મંગળવાર (16 જાન્યુઆરી)થી શરૂ થયો હતો.
3/8

રામ મંદિર પરિસરમાં કુલ 14 ગોલ્ડ પ્લેટેડ દરવાજા લગાવવામાં આવ્યા છે જેના પર હાથી, કમળ અને મોર વગેરેની આકૃતિઓ કોતરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં 14 દરવાજામાંથી કેટલાક દરવાજાને સ્થાપિત કરવામાં આવ્યા છે.
4/8

આ દરવાજાઓની ભવ્યતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે
5/8

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહમાં તમામ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિરમાં આવો પહેલો દરવાજો 8 જાન્યુઆરી 2024ના રોજ લગાવવામાં આવ્યો હતો.
6/8

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા અનુસાર, મંદિરના નિર્માણને 1,000 વર્ષ સુધી કાંઇ થશે નહીં. તેને હજાર વર્ષ સુધી સમારકામની જરૂર નહીં પડે. મંદિરના નિર્માણમાં સિમેન્ટ, કોંક્રીટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
7/8

મંદિરના ગર્ભગૃહમાં રામ બાળ સ્વરૂપમાં જોવા મળશે. પહેલા માળે શ્રી રામ દરબાર હશે જ્યારે મંદિરમાં ભક્તો (વિકલાંગ અને વૃદ્ધો) ની સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.
8/8

મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે અને મંદિરમાં 392 થાંભલા અને 44 દરવાજા છે. જો કે, આખા મંદિરને બનાવવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.
Published at : 16 Jan 2024 12:04 PM (IST)
આગળ જુઓ
Advertisement