યોગ્ય બેલેસ્ડ ફૂડ બાળકની યાદશક્તિ વધારવાની સાથે તેમના શારીરિક સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. કેટલાક ફૂડને બાળકના ડાયટમાં સામેલ કરવાથી તેમની મગજનો વધુ ઝડપથી વિકાસ થાય છે અને ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે.
2/6
ઇંડા પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.કોલીન ઇંડાની જર્દીમાં હોય છે. જે ભ્રૂણ કે શિશુના બ્રેઇન પાવરને વધારવા માટે તેના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ઇંડા પ્રોટીનથી પણ ભરપૂર છે. તેનાથી બાળકનું પેટ લાંબા સમય સુધી ભરેલ રહે છે. આ કારણે તે અન્ય અનહેલ્ધી ચીજો ખાવાથી બચે છે.
3/6
નટસ અને સીડસને આપના બાળકની ડાયટમાં અવશ્ય સામેલ કરો. જે દિલ-દિમાગના સ્વાસ્થ્ય માટે હિતકારી છે. તેમાં ભરપૂર માત્રામાં આયરન, જિંક, ફેટી એસિડ હોય છે. નટસ વિટામિન-ઇથી ભરપૂર હોય છે. જે ચિતને એક્રાગ્ર કરવામાં વધુ મદદરૂપ થાય છે. તે ફ્રી રેડિકલ ક્ષતિને રોકે છે. જે માનસિક ક્ષમતા ઘટાડવાનું કારણ બને છે. અખરોટમાં ઓમેગા-3 ફેટ એસિડ હોય છે. જે બ્રઇન પાવર વધારવામાં કારગર છે.
4/6
એન્ટીઓક્સિડન્ટસ ફળોમાં ભરપૂર માત્રામાં હોય છે. જાંબુમાં એન્થોયાનિન અને ફ્લેવોનાયડ હોય છે. જે તણાવ સહિતના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે અને માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. વિટામિન સી યુક્ત ફળ બ્રેઇને સ્વસ્થ અને સતર્ક રાખવા માટે સારો સ્ત્રોત છે. બાળકના ડાયટમાં વિટામી સી યુક્ત ખાટા ફળોને અવશ્ય સામેલ કરો
5/6
ફેટી ફિશ જેમ કે સાલમન ઓમેગા -3 ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે દિમાગી વિકાસ અને કામ માટે જરૂરી છે. હકીકતમાં, તાજેતરના સંશોધનનું તારણ છે કે, વધુ ફેટી એસિડયુક્ત ફૂડ લેનારની બુદ્ધિ ક્ષમતા વધુ હોય છે. . ટૂના પણ લીન પ્રોટીનો એક સારો સ્ત્રોત છે. લીન પ્રોટીન અર્થ એ પણ છે કે કોઈ પણ ફુડ્સમાં ફેટ અને કોલેસ્ટ્રલ ઓછું હોવું
6/6
બાળકને નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ફૂડ આપવા જોઇએ. જે માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ માટે દહી સારો આપ્શન છે. જે મગજના વિકાસ અને કોંગ્નિટિવ ફંકશન માટે જરૂરી પોષક તત્વ છે. દૂધ અને દહીં બંનેમાં આકાર્બોહાઇડ્રેટસ વધુ હોય છે. જે મગજનો પસંદગીનો ઉર્જા સ્ત્રોત છે.