વારાણસીમાં બપોરે 1 વાગ્યા સુધી દારૂની દુકાનો ખુલ્લી રહેશે.
1/4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં 17 મે સુધી કોરોના કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન શાકભાજી, મીઠાઈ, દારૂની દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
2/4
આજે દારૂની દુકાનો ખુલતાં જ વહેલી સવારથી લોકોએ શરાબ ખરીદવા પડાપડી હતી. લોકો લોકડાઉન લાગવાના ભયે જેટલી મળે તેટલી શરાબની બોટલો લઈને જતાં જોવા મળ્યા હતા.
3/4
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,25,271 છે. જ્યારે 12,83સ754 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 15,742 લોકોના કોરોનાથી મોત થયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
4/4
યુપી લિકર એસોસિએશને સીએમને પત્ર લકીને શરાબની દુકાનો ખોલવાની મંજૂરી માંગી હતી. એસોસિએશનના કહેવા મુજબ રોજના 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.