Weight Loss:નિયમિત રીતે લીમડાના પાનનું જ્યુસ પીવાથી વજન ઝડપથી ઉતરે છે. શરીરમાં જમા ફેટ ધીરે ધીરે ગાયબ થઇ જાય છે. બોડીને ડિટોક્સ કરવા માટે ખાલી પેટ લીમડાના પાનનું જયુસ પીવાથી અનેક ફાયદા થાય છે.
2/5
લીમડાના પાન માત્રા સ્વાદ જ નથી વધારતા તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ઉપયોગી છે. ખાલી પેટ મીઠા લીમડાના પાનનું જ્યુસ પીવાથી વજન ઝડપથી ઉતરેછે. લીમડાના પાન પોષકતત્વોથી ભરપૂર છે. તે બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવાની સાથે પાચનતંત્રને પણ સુધારે છે.
3/5
ડાયાબિટીશમાં પણ મીઠા લીમડાના પાન ફાયદાકારક છે. જે બ્લડ શુગર નિયંત્રિત રાખે છે. શરીરમાંથી એક્સ્ટ્રા ફેટને ઓછું કરે છે. આપ રોજ સવારે લીમડાના પાનનું જ્યુસ પી શકો છો. જાણીએ આ જ્યુસ કેવી બનાવશો.
4/5
લીમડાના પાનને થોડા પાણીમાં ઉકાળી લો,તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરો, આપ તેને જ્યુસ કે ચાની જેમ પણ પી શકો છો. ડેઇલી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. એકસરસાઇઝ કર્યાના 30 મિનિટ પહેલા પી શકો છો.
5/5
વાળની દરેક સમસ્યામાં લીમડાના પાન અકસીર ઓષધ છે. લીમડાના પાનના સેવનથી વાળ ખરતા બંધ થાય છે. વાળોનો ગ્રોથ વધે છે. હેર ઓઇલમાં લીમડાના પાન ઉકાળીને આ તેલ માથામાં નાખવાથી અકાળે થતાં સફેદ વાળની સમસ્યાથી બચી શકાય છે. આપ લીમડાના પાનની પેસટ વાળમાં પણ લગાવી શકો છો.