શોધખોળ કરો
Rajkot: ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યએ રાજકોટમાં રોડ શો, જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓના આંટા ફેરા વધી ગયા છે.

તેજસ્વી સૂર્ય
1/9

આજે ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યએ રાજકોટમાં રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
2/9

પહેલીવાર રાજકોટમાં પ્રદેશ યુવા કારોબારી રાજકોટમાં યોજાઈ રહી છે. તે પ્રસંગે તેજસ્વી સૂર્ય રાજકોટ આવ્યા છે.
3/9

તેજસ્વી સૂર્યની રેલીમાં ગુજરાતના વિવિધ શહેરો, ગામડાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સામેલ થયા હતા.
4/9

તેજસ્વી સૂર્યનું રાજકોટમાં સૌરાષ્ટ્ર, ગુજરાતની પરંપરા મુજબ કપાળમાં ચાંદલો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
5/9

રોડ શોની તસવીરો તેજસ્વી સૂર્યએ તેના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરી છે.
6/9

તેજસ્વી સૂર્યએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું સૌરાષ્ટ્રમાં પહેલા પીવાના પાણીની સમસ્યાઓ હતી. પરંતુ મોદી આવ્યા બાદ ઉકેલ આવ્યો છે.
7/9

સિક્સલેન હાઇવે,એઇમ્સ શરૂઆત,ઈન્ટરનેશનલ એરપોર્ટની ફાળવણી હોય સૌરાષ્ટ્ર અને રાજકોટને આપવામાં આવ્યું છે.
8/9

તેજસ્વી સૂર્ય સાથે રાજકોટ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
9/9

રાજકોટમાં આજે તેજસ્વી સૂર્યની સાથે આપના અરવિંદ કેજરીવાલે પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
Published at : 03 Sep 2022 12:24 PM (IST)
આગળ જુઓ
Advertisement