શોધખોળ કરો
Rajkot Tragedy: અમેરિકાથી આવ્યું હતું કપલ, અઠવાડિયા પહેલા જ થયા હતા લગ્ન,ગેમ ઝોનમાં ગયું ને પછી....
રાજકોટમાં શનિવારે સાંજે શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27થી વધુ લોકો લાપતા થયા છે. જેમાં અમેરિકાથી આવેલા એક કપલનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાથી આવેલું કપલ
1/7

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા અને માત્ર અઠવાડિયા પહેલા લગ્નના તાંતણે બંધાયેલા અક્ષય ઢોલરીયા અને નવ વધુ ખ્યાતિ ઢોલરીયા ગેમ ઝોનમાં ગયા હતા. જે બાદ આ દુર્ઘટના બની હતી.
2/7

રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે.
3/7

ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લીધો હતો. ગુગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણી હાથ ધરી છે. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે.
4/7

આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.
5/7

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા.
6/7

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.
7/7

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.
Published at : 26 May 2024 01:31 PM (IST)
આગળ જુઓ





















