શોધખોળ કરો
Bill Gates Love story: કોણ છે આ રશિયન યુવતી ? જેનું અમેરિકન અબજોપતિ બિલ ગેટ્સ સાથે હતું અફેર
અમેરિકાના અબજોપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ હાલમાં ચર્ચામાં છે. વાસ્તવમાં હાલમા ખુલાસો થયો હતો કે રશિયન યુવતી મિલા એન્ટોનોવા નામની યુવતી સાથે બિલ ગેટ્સનું અફેર હતું.

ફાઇલ તસવીર
1/8

અમેરિકાના અબજોપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ હાલમાં ચર્ચામાં છે. વાસ્તવમાં હાલમા ખુલાસો થયો હતો કે રશિયન યુવતી મિલા એન્ટોનોવા નામની યુવતી સાથે બિલ ગેટ્સનું અફેર હતું.
2/8

મિલા એન્ટોનોવાને બિલ ગેટ્સે વર્ષ 2009-10ની વચ્ચે ડેટ કરી હતી
3/8

મિલા એન્ટોનોવા રશિયન બ્રિજ પ્લેયર છે.
4/8

જ્યારે બિલ ગેટ્સ એન્ટોનોવા સાથે રિલેશનશિપમાં હતી ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી.
5/8

2010ના એક વિડિયોમાં એન્ટોનોવાએ પોતે જણાવ્યું હતું કે તે 2009ના અંતમાં વોશિંગ્ટન ડીસીમાં એક બ્રિજ ટુર્નામેન્ટમાં બિલ ગેટ્સને મળી હતી. વોશિંગ્ટન ડીસી અમેરિકાની રાજધાની છે અને એન્ટોનોવા રશિયાની રહેવાસી છે.
6/8

ડેઈલી મેલે ખુલાસો કર્યો છે કે રશિયાએ એન્ટોનોવાના માધ્યમથી જાસૂસી કરી હતી. ડેઈલી મેલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે એન્ટોનોવા એક જાસૂસના સંપર્કમાં હતી, જેનું નામ એના ચેપમેન હતું. રશિયન જાસૂસ એના ચેપમેન સાથે એન્ટોનોવાનો ફોટો પણ સામે આવ્યો હતો જે પુષ્ટી કરે છે કે તેમની વચ્ચે મિલીભગત હતી.
7/8

એના ચેપમેનની 2010માં ન્યૂયોર્કમાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે એન્ટોનોવા પર પણ કાર્યવાહી થઈ શકે છે, એન્ટોનોવાના કારણે જ બિલ ગેટ્સ ચર્ચામાં આવ્યા છે.
8/8

બિલ ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર, 1955ના રોજ વોશિંગ્ટનમાં એક ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિલિયમ એચ. ગેટ્સ અને માતાનું નામ મેરી મેક્સવેલ હતું.
Published at : 29 May 2023 09:55 AM (IST)
આગળ જુઓ
Advertisement