શોધખોળ કરો
મિશેલ સ્ટાર્કથી લઇને શાર્દુલ ઠાકુર સુધી, આ ખેલાડીઓને IPL2024ની હરાજીમાં મળશે સૌથી વધુ રૂપિયા
IPL Auction 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 માટે મિની ઓક્શનની તારીખ નજીક છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ હરાજીમાં કોણ બની શકે છે સૌથી મોંઘો ખેલાડી, જાણો અહીં.

પ્રતિકાત્મક તસવીર
1/7

IPL Auction 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 માટે મિની ઓક્શનની તારીખ નજીક છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે. આ હરાજીમાં કોણ બની શકે છે સૌથી મોંઘો ખેલાડી, જાણો અહીં.
2/7

મિશેલ સ્ટાર્ક લાંબા સમય બાદ IPLમાં વાપસી કરી રહ્યો છે. તેની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. આ હરાજીમાં ફાસ્ટ બોલરો માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ભારે સ્પર્ધા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ બોલરને તેની બેઝ પ્રાઈસ કરતા ચાર-પાંચ ગણી વધુ કિંમત મળી શકે છે.
3/7

વર્લ્ડ કપ 2023માં ભારતીય મેદાન પર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રના શાનદાર પ્રદર્શન બાદ તેનું નામ આ હરાજીના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ થવાનું નિશ્ચિત છે. તેમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે.
4/7

ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને આ હરાજી પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રીલિઝ કરાયો હતો. હવે આ હરાજીમાં તેના પર જોરદાર બોલી લગાવવામાં આવશે. ફાસ્ટ બોલિંગની સાથે શાર્દુલ આક્રમક બેટિંગ માટે જાણીતો છે. શાર્દુલની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે.
5/7

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ વર્લ્ડ કપ 2023માં ભારતીય મેદાન પર ઘણી વિકેટો લીધી હતી. આ હરાજીમાં તેને આ પ્રદર્શનનો લાભ મળવાની ખાતરી છે. કોએત્ઝીની બેઝ પ્રાઈસ પણ 2 કરોડ રૂપિયા છે.
6/7

ભારતીય ઝડપી બોલર હર્ષલ પટેલને આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા રીલિઝ કરાયો હતો. હર્ષલની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. જે રીતે કેટલીક ફ્રેન્ચાઇઝીસ પાસે નિષ્ણાત ફાસ્ટ બોલરોની કમી છે તે જોતાં હર્ષલ પટેલ માટે ચોક્કસપણે મોટી બોલી લગાવવાની શક્યતાઓ છે.
7/7

આ હરાજીમાં RCBએ વાનિંદુ હસરંગાને પણ રીલિઝ કર્યો હતો. આ એક આશ્ચર્યજનક નિર્ણય હતો કારણ કે વાનિન્દુ આરસીબી માટે ખૂબ જ સફળ બોલર રહ્યો હતો. એમ ચિન્નાસ્વામી જેવી બેટિંગ વિકેટ પર પણ તે વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ સ્પિન ઓલરાઉન્ડરને આ હરાજીમાં સારી રકમ મળી શકે છે.
Published at : 18 Dec 2023 12:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
