શોધખોળ કરો
Team India: ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું ફરી તુટ્યું દિલ, બીજી ગર્લફ્રેન્ડે પણ કરી લીધું બ્રેકઅપ!!!
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શૉ પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શો અને અફવા ગર્લફ્રેન્ડ નિધિ તાપડિયાનું બ્રેકઅપ થઈ ગયું છે.

Nidhi Tapadia
1/5

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૃથ્વી શો અને નિધિ તાપડિયા એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. પરંતુ હવે તેમના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક સમયથી પૃથ્વી શૉ અને નિધિ તાપડિયા એકબીજા સાથે ઘણા ફોટા શેર કરી રહ્યા હતા, જેને લઈ બંનેના અફેર્સની ચર્ચા થવા લાગી હતી.
2/5

નિધિ તાપડિયાએ તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે બેકગ્રાઉન્ડ સોંગમાં પંજાબી ગીતનો ઉપયોગ કર્યો છે, જે બ્રેકઅપ ગીત છે. એટલું જ નહીં પૃથ્વી શો અને નિધિ તાપડિયાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.
3/5

નિધિ તાપડિયા એક મોડલ અને એક્ટર છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. નિધિ તાપડિયાના Instagram પર 108K ફોલોઅર્સ છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની રહેવાસી છે.
4/5

પૃથ્વી શૉ નવા વર્ષની પાર્ટી કરવા માટે પબમાં ગયો હતો. આ પાર્ટીમાં તેમની સાથે નિધિ તાપડિયા પણ જોવા મળી હતી. આ બંનેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.
5/5

કહેવાય છે કે પૃથ્વી શો પહેલા અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો. 2020માં પણ બંને વચ્ચે અફેરના અહેવાલો આવ્યા હતા. સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પરથી તેમની નિકટતાનો અંદાજ લગાવી શકાય છે, પરંતુ હવે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
Published at : 29 Jan 2023 08:02 PM (IST)
આગળ જુઓ
Advertisement