શોધખોળ કરો
PHOTOS: સૂર્યકુમારની સદીએ જીત્યું પેટ કમિન્સનું દિલ, હૈદરાબાદની હાર બાદ કેપ્ટને આપ્યું ચોંકાવનારુ નિવેદન
Pat Cummins: વિરોધી ટીમનો કેપ્ટન પણ સૂર્યકુમાર યાદવની સદીના વખાણ કરતા પોતાને રોકી શક્યો ન હતો. સૂર્યાએ હૈદરાબાદ સામે સદી ફટકારીને મુંબઈને જીત અપાવી હતી.

ફોટોઃ ટ્વિટર
1/7

Pat Cummins: વિરોધી ટીમનો કેપ્ટન પણ સૂર્યકુમાર યાદવની સદીના વખાણ કરતા પોતાને રોકી શક્યો ન હતો. સૂર્યાએ હૈદરાબાદ સામે સદી ફટકારીને મુંબઈને જીત અપાવી હતી.
2/7

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સને ચોથી જીત અપાવવામાં સૂર્યકુમાર યાદવે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં સૂર્યાએ સદી ફટકારીને મુંબઈને એકતરફી જીત અપાવી હતી.
3/7

સૂર્યાની સદીની ઇનિંગે વિરોધી ટીમ એટલે કે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનું દિલ જીતી લીધું હતું. કમિન્સે મેચ બાદ સૂર્યાની સદીની પ્રશંસા કરી હતી.
4/7

મેચ બાદ વાત કરતા પેટ કમિન્સે કહ્યું, "સૂર્યા ખૂબ જ સારી રીતે રમ્યો." વધુમાં હૈદરાબાદના કેપ્ટને કહ્યું, "અમને ઘરઆંગણે રમવું ગમે છે. અમે આગળ શું થઇ શકે તેમ છે તે અમે જોઇશું."
5/7

હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સૂર્યકુમારે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 51 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
6/7

મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 30 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
7/7

ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સે 17.2 ઓવરમાં 3 વિકેટે જીત મેળવી હતી. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ચોથી વિકેટ માટે 143 (79 બોલ) રનની અતૂટ ભાગીદારી કરી હતી.
Published at : 07 May 2024 11:50 AM (IST)
આગળ જુઓ
Advertisement