શોધખોળ કરો
દેશની ટીમને બદલે IPLમાં રમવાનું પસંદ કરનારા ન્યુઝીલેન્ડના ક્રિકેટરને પાકિસ્તાનીએ કહ્યું, શરમ આની ચાહિયે કિ પૈસે કે લિયે દેશ કો છોડ દેતે હો.....શું મળ્યો જવાબ ?

James_Neesham_
1/5

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમ (James Neesham) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. જેમ્સ નીશમ કેટલીયવાર ફેન્સના સવાલોના જવાબ આપતા પણ દેખાયો છે. આ બધાની વચ્ચે હવે એક પાકિસ્તાની યૂઝરે જેમ્સ નીશમને નીચુ દેખાડતા લખ્યું- શરમ આવવી જોઇએ, પૈસા માટે દેશને છોડી દો છો......
2/5

જેમ્સ નીશમ ઇચ્છતો તો આને ઇગ્નૉર કરી દેતો અને આનો જવાબ ના આપતો. પરંતુ તેને એવુ ના કર્યુ. જેમ્સ નીશમે આ પાકિસ્તાની યૂઝરને જવાબ આપતા લખ્યું- મને આ પ્રકારના ઘણા બધા મેસેજ મળ્યા છે, એટલા માટે હું આ વાતને સ્પષ્ટ કરવા માંગુ છુ. આ NZ ક્રિકેટની વેલફેયર નીતિ છે કે પહેલી પસંદના ખેલાડી આ પ્રવાસમાં નહીં જાય, મે છુટ માટે અનુરોધ કર્યો હતો પરંતુ તે અનુરોધને અસ્વીકર કરી દેવામા આવ્યો હતો.
3/5

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આવા કેટલાય મામલા સામે આવ્યા છે, જ્યાં કેટલાક ખેલાડીઓ પોતાના દેશને પોતાની ક્લબ ક્રિકેટની પાછળ પસંદ કરે છે, અને પોતાની ક્લબોને પોતાની સેવાઓ આપવા માટે ઇન્ટનેશનલ મેચ પણ છોડી દે છે.
4/5

ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જેમ્સ નીશમ બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો પ્રવાસ કરનારી કિવી ટીમનો ભાગ નથી, આને લઇને તેને ટ્રૉલ કરવામા આવી રહ્યો હતો.
5/5

કેમકે જેમ્સ નીશમ યુએઇમાં આયોજિત થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ -આઇપીએલની 14મી સિઝનની બીજા ભાગમાં રમતો દેખાશે. જેમ્સ નીશમ મુંબઇ ઇન્ડિયન્સ (એમઆઇ) તરફથી આઇપીએલ 2021ની બાકીની મેચોમાં ઉપલબ્ધ રહેશે, બસ, આ જ વાત કેટલાક યૂઝરને ખટકી રહી હતી.
Published at : 02 Sep 2021 11:37 AM (IST)
આગળ જુઓ
Advertisement