શોધખોળ કરો
અવકાશમાં જન્મશે બાળકો, IVF ટેક્નોલોજીથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં બનાવશે Space Babies
ઘણી વાર પ્રશ્ન થાય છે કે શું બાળકો અવકાશમાં જન્મી શકે છે? થઈ તો શકે પરંતુ ગુરુત્વાકર્ષણના અભાવ અને વધુ કિરણોત્સર્ગને કારણે તેમના શરીર નબળા હશે.

પ્રતિકાત્મક તસવીર
1/7

હવે બ્રિટિશ વૈજ્ઞાનિકો નેધરલેન્ડની એક સ્પેસ કંપની સાથે મળીને અવકાશમાં માનવ બાળકો બનાવશે. આ એક પ્રકારનું કૃત્રિમ ગર્ભાધાન હશે.
2/7

નેધરલેન્ડની કંપનીનું નામ Spaceborn United છે. કંપનીની યોજના બાયો-સેટેલાઇટ બનાવવાની છે, જેની અંદર IVF ટ્રીટમેન્ટ દ્વારા બાળકોનો જન્મ થશે. આ બાળકોને સ્પેસ બેબી કહેવામાં આવે છે.
3/7

આ બાયો-સેટેલાઇટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આગામી ત્રણ મહિનામાં થવાની સંભાવના છે. તેને કેનેડાથી લોન્ચ કરવામાં આવશે.
4/7

સ્પેસબોર્ન યુનાઈટેડના ડો.એબર્ટ એડલબ્રોકે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એ છે કે આપણે ભવિષ્યમાં અવકાશમાં સામાન્ય માનવ પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ કરી શકીએ. પરંતુ તે પહેલા આપણે કૃત્રિમ ગર્ભાધાન કરી એ જોવું પડશે કે અવકાશમાં જન્મેલા બાળકો સ્વસ્થ છે કે નહીં. તે લાંબું જીવશે કે નહીં? તેમને કેવા પ્રકારની સમસ્યાઓ થશે.
5/7

ડો. એડલબ્રોકે કહ્યું કે અમે અવકાશમાં માનવ પ્રજનન યોગ્ય રીતે કરવા માંગીએ છીએ. પરંતુ તે પહેલા અમે મેડિકલ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકોને નૈતિકતા સાથે બનાવીશું. જેથી કરીને આપણે અમારું અંતિમ લક્ષ્ય હાંસલ કરી શકીએ. તેની શરૂઆત ઉંદરના શુક્રાણુ અને ઇંડાથી થશે.
6/7

આ પ્રોજેક્ટમાં એસ્ગાર્ડિયા નામનું સ્પેસ રાષ્ટ્ર સાહસ પણ સામેલ છે, જે પૃથ્વીની બહાર માનવ વસાહત કરવા માંગે છે. આ સાહસની રચના 2016માં કરવામાં આવી હતી. એસ્ગાર્ડિયાના વડા લેમ્બિટ ઓપિક કહે છે કે અવકાશમાં બાળકો પેદા કરતા પહેલા આપણે જૈવિક સ્તરે એવી તકનીકોની તપાસ કરવી પડશે જે કૃત્રિમ રીતે ભ્રૂણનો વિકાસ કરી શકે. જેથી અમે સુરક્ષિત ડિલિવરી કરાવી શકીએ
7/7

વર્ષ 2019માં ડૉ. એડલબ્રોકે કહ્યું હતું કે 12 વર્ષની અંદર માણસ અવકાશમાં પ્રથમ બાળકને જન્મ આપશે. ચાલો માની લઈએ કે આ વિકાસ વર્ષ 2031 સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલમાં તે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં જ શક્ય લાગે છે. જો કે આ માટે દરેક ટેક્નોલોજી, સેટેલાઇટ, મશીન, ઓર્ગેનિઝમ અને અવકાશની ભ્રમણકક્ષાની પસંદગી ચોકસાઇ સાથે કરવી જોઇએ.
Published at : 03 Feb 2023 03:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
