ભુવનેશ્વર કુમારના બોલ પર ફખર ઝમાને પુલ શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બોલ હવામાં ગયો હતો. ચહલે ઝમાનનો શાનદાર કેચ પકડ્યો હતો. યુજવેન્દ્રએ જેવો કેચ પકડ્યો કે રોહિત શર્મા હસતા-હસતા તેની તરફ દોડ્યો હતો અને હાથ જોડ્યા હતા. ફખર ઝમાન આ મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો.
2/3
ટીમ ઇન્ડિયા માટે ફખર ઝમાનને વિકેટ ઘણી મહત્વપૂર્ણ હતી. ફખર ઝમાન ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર સદી ફટકારી ટીમ ઇન્ડિયાનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો. આ પછી તેણે થોડા સમય પહેલા જ ઝિમ્બાબ્વે સામે બેવડી સદી ફટકારી હતી. જેથી ટીમ ઇન્ડિયા તેને ઝડપથી આઉટ કરવા માંગતી હતી. જોકે ભુવનેશ્વરે ભારતને સફળતા અપાવી હતી.
3/3
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એશિયા કપ મેચમાં ફખર જમાનને સૌથી મોટો ખતરો ગણવામાં આવતો હતો. તેનું કારણ પણ સ્પષ્ટ હતું. ફખરનું હાલનું પ્રદર્શન એ જણાવવા પૂરતું છે કે શા માટે તે ભારત માટે ખરતો સાબિત થઈ શકે એમ હોત.