શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rohit Sharma: રોહિત શર્માએ 4 સિક્સ ફટકારીને એવો કિર્તિમાન રચ્યો કે આજ સુધી કોઈ ભારતીય નથી કરી શક્યો

Most Sixes In Calender Year:  ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે 40 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ ખૂબ જ ખાસ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

Most Sixes In Calender Year:  ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે 40 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ ખૂબ જ ખાસ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. વાસ્તવમાં, રોહિત શર્મા એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોહિત શર્માએ ODI ફોર્મેટમાં 52 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા પહેલા માત્ર ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સે જ એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

રોહિત શર્મા એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પછી ત્રીજો બેટ્સમેન બન્યો

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી હતો. એબી ડી વિલિયર્સે વર્ષ 2015માં 59 સિક્સર ફટકારી હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલે એક કેલેન્ડર વર્ષમાં 50 સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ક્રિસ ગેલે વર્ષ 2019માં 56 છગ્ગા ફટકાર્યા હતા. જો કે આ વર્લ્ડ કપમાં  રોહિત એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને પાછળ છોડી શકે છે.

વર્લ્ડકપમાં ભારતીય કેપ્ટન ફુલ ફોર્મ છે

તો બીજી તરફ, ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ 5 મેચમાં 311 રન બનાવ્યા છે. રોહિત શર્માની એવરેજ 62.00 રહી છે. રોહિત શર્મા બાદ પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાને સૌથી વધુ રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાને 4 મેચમાં 98.00ની એવરેજથી 294 રન બનાવ્યા છે. આ પછી ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર છે. રચિન રવિન્દ્રએ 5 મેચમાં 72.50ની એવરેજથી 290 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ યાદીમાં ચોથા સ્થાને છે. વિરાટ કોહલીએ 5 મેચમાં 141.00ની એવરેજથી 282 રન બનાવ્યા છે.

 વનડેમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.  પાકિસ્તાનનો બેટ્સમેન શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સિક્સ ફટકારવામાં સૌથી વધુ 351 સિક્સર સાથે સૌથી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 50 ઓવરની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં આફ્રિદી બાદ બીજા સ્થાન પર  છે. 

શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 351  
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 331 
રોહિત શર્મા (ભારત) - 303
સનથ જયસૂર્યા (શ્રીલંકા) -270 
એમએસ ધોની (ભારત) - 229 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Embed widget