India Tests Squad Against NZ: ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અજિંક્ય રહાણે બન્યો કેપ્ટન, આ નવા ખેલાડીને મળી તક
અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્રથમ ટેસ્ટ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત રોહિત શર્માને આખી ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.
India Tests Squad Against NZ: BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડને ભારતના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ 25 નવેમ્બરથી કાનપુરમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં ભાગ લેશે નહીં, આ સ્થિતિમાં વાઇસ કેપ્ટન રહાણે ટીમની કમાન સંભાળશે. આ સાથે જ અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પ્રથમ ટેસ્ટ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત રોહિત શર્માને આખી ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરને મળી તક
BCCIએ લગભગ પાંચ વર્ષ બાદ આ ટેસ્ટ સિરીઝ માટે જયંદ યાદવને ટીમમાં તક આપી છે. જયંતે તેની છેલ્લી સિરીઝ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા શ્રેયસ અય્યર અને આઈપીએલના સારું પ્રદર્શન કરનાર બોલર કૃષ્ણાને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક આપવામાં આવી છે.
#TeamIndia squad for NZ Tests:
— BCCI (@BCCI) November 12, 2021
A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna
*Virat Kohli will join the squad for the 2nd Test and will lead the team. pic.twitter.com/FqU7xdHpjQ
NZ ટેસ્ટ માટે #TeamIndia ટીમ: અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, યુ. યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.