શોધખોળ કરો
સૌરવ ગાંગુલી BJPમાં જોડાશે કે નહીં? રાજ્યપાલ સાથે મુલાકાત બાદ પૂર્વ ક્રિકેટરે તોડ્યું મૌન
ભાજપમાં જોડાવાવની સવાલ પર સૌરવ ગાંગુલીએ હવે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે.

નવી દિલ્હીઃ બીસીસીઆઈના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી છે. હાલમાં જ તેમણે પશ્ચિમ બંગાલના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. એવામાં ફરી એક વખત ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ રહી છે.
ભાજપમાં જોડાવાવની સવાલ પર સૌરવ ગાંગુલીએ હવે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને પૂછવામાં આવ્યું કે શું તે અથવા તેના પરિવારમાંથી કોઈ ભાજપમાં જોડાશે? તેના પર ગાંગુલીએ કહ્યું, “જો રાજ્યપાલ તમને મળવા માગે છે તો તમારે તેમને મલવું જોઈએ. તો પછી આપણ પણ એ નજરથી જ તેને જોવું જોઈએ.”
ગાંગુલીની ધનખડ સાથે મુલાકાત
રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, ગાંગુલી અને રાજ્યપાલની આ શિષ્ટાચાર મુલાકાત હતી અને તેને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા નથી. જોકે આગામી વર્ષે એપ્રિલ મેમાં થનાર રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગાંગુલીની રાજનીતિમાં આવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ગાંગુલી સાથે મુલાકાતના કારણે લઈને કરવામાં આવેલ સવાલનો જવાબ ન આપ્યો પરંતુ ધનખડે કહ્યું કે, તેમણે જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરી.
રાજ્યપાલે ટ્વીટ કરીને કહ્યું, ‘બીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે રવિવારે સાંજે સાડા ચાર કલાકે રાજભવનમાં જુદા જુદા મુદ્દા મુદ્દા પર ચર્ચા થઈ. દેશના સૌથી જૂના ક્રિકેટ મેદાન ઇડન ગાર્ડનનો પ્રવાસ કરવાનો તેમના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ઇડન ગાર્ડનની સ્થાપના 1864માં થઈ હતી.’
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
અમદાવાદ
Advertisement