IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી રમાશે દ્વીપક્ષીય સીરિઝ? આ દેશે રમાડવાની વ્યક્ત કરી ઈચ્છા
India vs Pakistan: ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ શ્રેણીનું આયોજન કરવા આતુર છે. બંને દેશો વચ્ચેના સંબંધો સારા નથી તે જાણવા છતાં પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ બંને વચ્ચે શ્રેણી યોજવા માંગે છે.
India vs Pakistan Bilateral Series: ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની ક્રિકેટ મેચ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ બંને ટીમો માત્ર અમુક ઇવેન્ટમાં જ એકબીજા સામે રમે છે, પછી તે એશિયા કપ હોય, T20 વર્લ્ડ કપ હોય કે ODI વર્લ્ડ કપ હોય. બંને દેશોની ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી. પરંતુ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી યોજવાની ખાસ ઈચ્છા વ્યક્ત કરી છે.
જો કે આખરે દ્વિપક્ષીય શ્રેણી રમવી એ બંને દેશોના બોર્ડ, BCCI અને PCB પર નિર્ભર રહેશે, પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ શ્રેણીનું આયોજન કરવા આતુર છે. બંને દેશો વચ્ચેના સંબંધો સારા નથી તે જાણવા છતાં પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ બંને વચ્ચે શ્રેણી યોજવા માંગે છે.
વર્ષના અંતમાં ભારત અને પાક.ની ટીમ જશે ઓસ્ટ્રેલિયા પ્રવાસે
આ વર્ષના અંતમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જો કે બંને એકબીજા સાથે રમશે નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આ પ્રવાસને બંને ટીમો માટે તક તરીકે જોઈ રહ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ નિક હોકલીએ કહ્યું કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી 2022 T20 વર્લ્ડ કપ મેચમાં મોટી ભીડ હતી. તેમનું માનવું છે કે બંને વચ્ચેની શ્રેણી દર્શકો માટે ખૂબ જ આનંદદાયક રહેશે.
"We'd love to play a role": Cricket Australia CEO desires to host India-Pakistan bilateral series
— ANI Digital (@ani_digital) March 27, 2024
Read @ANI Story | https://t.co/fuSApi3qpm#Cricket #CricketAustralia #India #Pakistan #IndvsPak #BCCI #PCB #NickHockley #PeterRoach pic.twitter.com/1DKi9Au9Tn
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ નિક હોકલીએ શું કહ્યું
નિક હોકલીએ કહ્યું,"જે કોઈ પણ અહીં ભારત-પાકિસ્તાન મેચ માટે MCGમાં હતું, તે તેમના માટે સૌથી યાદગાર ક્ષણોમાંની એક હશે. લોકો સ્પર્ધા જોવા માંગે છે. જો તક મળશે, તો અમને તેનું આયોજન કરવાનું ગમશે.
બંને દેશો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણીની વાત માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઉપજ છે. હજુ સુધી આઈસીસી, બીસીસીઆઈ અને પીસીબીએ આ સીરીઝ વિશે કંઈ કહ્યું નથી. બંને દેશો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.