પાકિસ્તાન વર્લ્ડકપ જીતશે ? વસીમ અકરમે ભવિષ્યવાણી કરીને ચેમ્પીયન બનવાનો બતાવ્યો પ્લાન
વસીમ અકરમનું માનવું છે કે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ જીતવા માટે સક્ષમ છે,
Wasim Akram On Pakistan Cricket Team: આઇસીસીએ આગામી વનડે વર્લ્ડકપ 2023નું ફૂલ શિડ્યૂલ જાહેર કરી દીધું છે, આગામી વર્લ્ડકપ ભારતમાં રમાશે, અને આ દરમિયાન બધાની નજર હવે ભારત -પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર ટકી છે. એકબાજુ ભારતની વર્લ્ડકપ જીતની આશા વધુ છે, તો બીજીબાજુ પાકિસ્તાનીઓ પાકિસ્તાની ટીમને ભારતમાં આવીને વર્લ્ડકપ કઇ રીતે જીતવો તે અંગે સલાહ આપી રહ્યાં છે. આ બધાની વચ્ચે પૂર્વ પાકિસ્તાન ફાસ્ટ બૉલર વસીમ અકરમે પાકિસ્તાની ટીમને ભારતમાં આવીને વર્લ્ડકપ કઇ રીતે જીતી શકાય તે અંગે ખાસ સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ફેન્સની ચર્ચાનો વિષય રહે છે, પરંતુ શું બાબર આઝમની ટીમ વર્લ્ડકપમાં સારો દેખાવ કરી શકશે ? જોકે, આ સવાલનો જવાબ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે આપ્યો છે... પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલરે વર્લ્ડકપમાં પાકિસ્તાનની જીતની આશાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ જીતી શકશે ?
વસીમ અકરમનું માનવું છે કે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ વર્લ્ડકપ જીતવા માટે સક્ષમ છે, પરંતુ તે મોટાભાગે પાકિસ્તાની ટીમના ખેલાડીઓની ફિટનેસ અને બાબર આઝમ જેવા ખેલાડીઓના ફોર્મ પર નિર્ભર રહેશે. તેમને કહ્યું કે અમારી પાસે સારી ટીમ છે તેમાં કોઈ શંકા નથી. ખાસ કરીને, વનડે ફોર્મેટ માટે અને તે ટીમની આગેવની બાબર આઝમ કરી રહ્યો છે, જે હાલના સમયના શ્રેષ્ઠ ખેલાડીઓથી ભરેલી છે. વસીમ અકરમનું કહેવું છે કે જો પાકિસ્તાની ટીમ પોતાની રણનીતિ પ્રમાણે અને ખેલાડીઓની સારી ફિટનેસ સાથે રમશે તો અમારા માટે સારી તકો હશે, અમે આસાનીથી વર્લ્ડકપ પર કબજો કરી શકીશું.
વસીમ અકરમે બાબરને ગણાવ્યો ખાસ બેટ્સમેન -
વસીમ અકરમનું કહેવું છે કે, ભારતનું મેદાન અને શરતો અમારા અનુસાર છે. અમારા ખેલાડીઓને તે ગમશે. આ ઉપરાંત વસીમ અકરમે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે બાબર આઝમ આપણા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે, આખો દેશ આ ખેલાડીને ફૉલો કરે છે. આ ખેલાડી લોકોને સ્ટેડિયમમાં લાવ્યો, પછી તે ટેસ્ટ, વનડે કે ટી20 ફૉર્મેટ હોય. મારા મતે બાબર આઝમની કવર ડ્રાઈવ શ્રેષ્ઠ છે. મહત્વનું છે કે, વર્લ્ડકપ 2023 સિઝનમાં પાકિસ્તાન તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે.
Join Our Official Telegram Channel: