3 ઓક્ટોબરથી રમાશે 2024 ટી20 વર્લ્ડકપ, 10 ટીમો લેશે ભાગ, જાણો A ટૂ Z ડિટેલ્સ
Women T20 World Cup 2024 Schedule: યુએઇમાં મહિલા ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. મહિલા ટી20 વર્લ્ડકપની આ 9મી એડિશન છે, જે 3 ઓક્ટોબરથી શરૂ થશે
Women T20 World Cup 2024 Schedule: યુએઇમાં મહિલા ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. મહિલા ટી20 વર્લ્ડકપની આ 9મી એડિશન છે, જે 3 ઓક્ટોબરથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયા છેલ્લા ત્રણ વખતથી વર્લ્ડકપની ટ્રૉફી ઉપાડી રહ્યું છે અને આ વખતે પણ કાંગારૂ ટીમ ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદારમાંની એક છે. આ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં, ચાલો જાણીએ કે વર્લ્ડકપ ક્યારે અને કેટલા સમય માટે રમાશે, તેમાં કેટલી ટીમો હશે અને અન્ય ડિટેલ્સ...
ક્યારે શરૂ થશે વર્લ્ડકપ, કેટલી ટીમો થશે સામેલ ?
મહિલા ટી20 વર્લ્ડકપની નવમી આવૃત્તિ 3 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને તેમની વચ્ચે ફાઈનલ સહિત 23 મેચો રમાશે. આ 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતની વાત કરીએ તો તેને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન સામેલ છે. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને બીજા ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
ક્યારે-ક્યારે રમાશે ભારતની મેચ ?
ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે અને તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. બે દિવસ પછી એટલે કે 6 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. 9 અને 13 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે થશે. ગત વખતે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
4 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ
6 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ પાકિસ્તાન
9 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ શ્રીલંકા
13 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા
બાંગ્લાદેશમાં રમાવવાનો હતો વર્લ્ડકપ
ICCએ અગાઉ બાંગ્લાદેશને મહિલા ટી20 વર્લ્ડકપ 2024નું યજમાન જાહેર કર્યું હતું. પરંતુ વર્ષ 2024 માં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી હતી. જોકે, આ પહેલા ICCએ સ્થિતિ સુધરવાની આશામાં કોઈ નિર્ણય આપ્યો ન હતો. પરંતુ બાંગ્લાદેશમાં સરકારને ઉથલાવી દીધા બાદ ઓગસ્ટમાં ICCએ UAEને વર્લ્ડકપના નવા યજમાન તરીકે નિયુક્ત કર્યા હતા.
આ પણ વાંચોઃ
BCCIએ અચાનક મોટો નિર્ણય લીધો, આ 3 ખેલાડીઓ બીજી ટેસ્ટ નહીં રમે