શોધખોળ કરો

PAK vs ENG: આજે બન્ને માટે 'કરો યા મરો', પાકિસ્તાનનો ટાર્ગેટ '287 રનથી જીત, તો ઇંગ્લેન્ડની નજર ચેમ્પિયન્સ ટ્રૉફીમાં જગ્યા બનાવવા પર.......

આજે વર્લ્ડકપમાં બપોરે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે, આ મેચ બન્ને ટીમો માટે 'કરો યા મરો' જેવી સ્થિતિમાં છે, કેમકે બન્ને માટે મોટી જીત મહત્વની છે.

Pakistan Semi-Final Chance: આજે વર્લ્ડકપમાં બપોરે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે, આ મેચ બન્ને ટીમો માટે 'કરો યા મરો' જેવી સ્થિતિમાં છે, કેમકે બન્ને માટે મોટી જીત મહત્વની છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વર્લ્ડકપ 2023માં આજે ટકરાશે ત્યારે બંને ટીમોના લક્ષ્યાંક ટાર્ગેટ સાવ અલગ હશે. પાકિસ્તાનની ટીમ 287 રનના માર્જિનથી જીતીને સેમિ ફાઈનલમાં પહોંચવા ઈચ્છશે અને ઈંગ્લેન્ડ કોઈક રીતે આ મેચ જીતીને ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ક્વૉલિફાય કરવા ઈચ્છશે. બંને ટીમો માટે આ મહત્વની મેચ હશે. આવી સ્થિતિમાં આ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન પાસે સેમિ ફાઈનલમાં પહોંચવાની માત્ર બે તક છે. પ્રથમ જો તેઓ પ્રથમ બેટિંગ કરે છે, તો તેમને ઓછામાં ઓછા 287 રનથી જીતવું પડશે અને બીજું જો તેઓ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવે છે, તો તેઓએ 3.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવું જોઈએ. આ બંને આંકડા અત્યંત અશક્ય છે. અભૂતપૂર્વ ચમત્કાર જ અહીં પાકિસ્તાનને મદદ કરી શકે છે.

ઇડન ગાર્ડન્સ પર આસાન નહીં રહે પાકિસ્તાન માટે મોટી જીત 
જોરદાર જીતની સાથે જ પાકિસ્તાનના સેમિ ફાઇનલના માર્ગમાં વધુ એક મોટો અવરોધ પણ છે. આ હેન્ડીકેપ મેચનું સ્થળ છે. વાસ્તવમાં, આજની મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે. આ વર્લ્ડકપમાં ઈડન ગાર્ડન્સ પર બોલરોનો દબદબો રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ મેદાન પર 287 રનથી જીત નોંધાવવી લગભગ અશક્ય છે. તે પછી અહીં સ્પિનરો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને આ વર્લ્ડકપમાં પાકિસ્તાનની સૌથી મોટી નબળાઈ ટીમમાં નિષ્ણાત સ્પિનરોની ગેરહાજરી રહી છે. આવી સ્થિતિમાં મોટી જીતની વાત તો છોડો, પાકિસ્તાનને મેચ નજીકથી જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે.

ઇંગ્લેન્ડને બદલવી પડશે પોતાની માનસિકતા - 
ઈંગ્લેન્ડની ટીમ ઘણા સમય પહેલા વર્લ્ડકપ 2023ની સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તેના માટે આ વર્લ્ડકપમાં એક માત્ર લક્ષ્ય બાકી હતું ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે જગ્યા બુક કરવાનું. છેલ્લી મેચમાં તે મજબૂતી સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યો હતો. ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું. જોકે આ જીતથી ઈંગ્લિશ ટીમનું મનોબળ કેટલું વધ્યું છે તે તો આજની મેચમાં જ ખબર પડશે.

ઈંગ્લેન્ડની ટીમના મોટાભાગના ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ છે અને વર્લ્ડકપમાં તેમના ખરાબ પ્રદર્શન બાદ તેમનો આત્મવિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. ટીમમાં હતાશા અને નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ બધા સાથે, કોઈપણ ટીમ માટે સારી ટીમ સામે મેચ જીતવી સરળ નથી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડને આજની મેચમાં પોતાની માનસિકતા બદલવાની જરૂર પડશે.

'કરો યા મરો' મરોનો મુકાબલો -
પાકિસ્તાને વર્લ્ડકપ 2023માં મિશ્ર પ્રદર્શન કર્યું છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સંપૂર્ણપણે રંગહીન રહી છે. જોકે, હવે જ્યારે ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રૉફી ન રમવાના પ્રશ્નનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શક્ય છે કે ખેલાડીઓ આકરી મહેનત કરતા જોવા મળે. બીજીતરફ પાકિસ્તાનની ટીમ ચોક્કસપણે મોટી જીત માટે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન ટોસ જીતીને પહેલા બેટિંગ કરશે તો સ્પર્ધા કઠિન બની શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં નશામાં ધૂત બિલ્ડરની કારમાંથી મળ્યા રોકડા 1 કરોડ રૂપિયાMumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકારHun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ', કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
દિવસમાં પીવો છો અનેક કપ ચા, જાણો દાંતોને તેનાથી થાય છે કેટલું નુકસાન?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવું થઇ ગયું ત્રણ ગણું મોંઘું, શું એ હિસાબે વધી સેલેરી?
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
heart attack: શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો વધુ, જાણો તેના લક્ષણો અને બચાવની રીત
Embed widget