DC vs KKR: કોલકાતાએ દિલ્હીને 106 રનથી હરાવ્યું
IPL 2024 Live Score, DC vs KKR: અહીં તમને દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE

Background
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું છે. દિલ્હીની આ ત્રીજી હાર છે. KKRની આ સતત ત્રીજી જીત છે. KKRએ પ્રથમ બેટિંગ કરીને 272 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 166 રનમાં સમેટાઈ ગઈ હતી.
Thunderous batting display 👏
— IndianPremierLeague (@IPL) April 3, 2024
Comprehensive bowling & fielding display 👏
A hat-trick of wins for @kkriders & they go to the 🔝 of the points table 💜
Scorecard ▶️ https://t.co/SUY68b95dG #TATAIPL | #DCvKKR pic.twitter.com/xq4plqLatQ
વરુણ ચક્રવર્તીએ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી
વરુણ ચક્રવર્તીએ હવે બે બોલમાં બે વિકેટ લઈને મેચમાં પોતાની ટીમની જીત નિશ્ચિત કરી દીધી છે. તેણે પહેલા રિષભ પંતને આઉટ કર્યો અને પછી અક્ષર પટેલને પેવેલિયન મોકલ્યો. પંત 55 રને અને અક્ષર શૂન્ય રને આઉટ થયા હતા. પંતે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હીનો સ્કોર 83/4
વરુણ ચક્રવર્તીએ ત્રીજી ઓવર નાખી. આ ઓવરના પહેલા બે બોલ પર સ્ટબ્સે બે સિક્સર ફટકારી હતી. 9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 83 રન છે. ટ્રુસ્ટન સ્ટબ્સ 16 બોલમાં 25 રન બનાવીને રમતમાં છે. જ્યારે પંત 11 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે.
રિષભ પંતે બે સિક્સર ફટકારી
આન્દ્રે રસેલે સાતમી ઓવર નાખી. આ ઓવરમાં રિષભ પંતે બે સિક્સર ફટકારી હતી. જોકે, ઓવરમાં માત્ર 14 રન જ આવ્યા હતા. સાત ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 65 રન છે. પંત છ બોલમાં 20 રન અને સ્ટબ્સ 9 બોલમાં 11 રન પર છે.
મિશેલ માર્શ આઉટ
મિચેલ સ્ટાર્કે ત્રીજી ઓવરમાં મિચેલ માર્શને આઉટ કર્યો હતો. આ સિઝનમાં સ્ટાર્કની આ પ્રથમ વિકેટ છે. માર્શ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. દિલ્હીએ માત્ર 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
