શોધખોળ કરો

Elon Musk Birthday: દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક આ રીતે કમાઇ રહ્યાં છે પૈસા, જાણો ક્યાં કેટલા છે બિઝનેસ ?

ટ્વીટરના માલિક તરીકે એલન મસ્ક લાંબા સમયથી વિચિત્ર નિર્ણયો અને પગલાઓને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે વિશ્વના સૌથી વધુ ચર્ચિત લોકોમાંથી એક છે.

Elon Musk Birthday: આજે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કનો જન્મદિવસ છે અને તેઓ 52 વર્ષના થઈ ગયા છે. એલન મસ્ક અત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, અને તેમની કુલ સંપત્તિ 219 બિલિયન ડૉલર (બ્લૂમબર્ગ બિલિયૉનેર ઇન્ડેક્સ અનુસાર) છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમને 81.8 બિલિયન ડૉલરની સંપત્તિ એકઠી કરી લીધી છે, અને ટ્વીટરની કમાન નવા CEO લિન્ડા યાકારિનોને સોંપ્યા પછી તે ટેસ્લા અને સ્પેસએક્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.

ટ્વીટરના માલિક તરીકે એલન મસ્ક લાંબા સમયથી વિચિત્ર નિર્ણયો અને પગલાઓને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે વિશ્વના સૌથી વધુ ચર્ચિત લોકોમાંથી એક છે. ક્યારેક પોતાની સંપત્તિના કારણે તો આધારે પોતાના નિવેદનના આધારે, તો વળી ક્યારેક પોતાના પારિવારિક જીવનના આધારે હંમેશા સમાચારોમાં ચમકતા રહે છે. 

એલન મસ્કના બિઝનેસ વિશે જાણો - 
ટ્વીટર- એલન મસ્ક વર્ષ 2016માં ટ્વીટરના સૌથી મોટા શેરહૉલ્ડર બન્યા, તેના ટેકઓવર માટે 44 બિલિયન ડૉલરની ઓફર કરી. કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા બાદ આખરે જ્યારે એલન મસ્ક ટ્વીટરના સીઈઓ બન્યા ત્યારે તેમણે બ્લૂ ટિક માટે પૈસા લેવા જેવો મોટો નિર્ણય લીધો. આજે તમામ પ્રકારની સમસ્યાઓ અને સમાચારો પછી જ્યારે મસ્કે ટ્વીટરની કમાન લિન્ડા યાકારિનોને સોંપી છે, ત્યારે તેમના ટ્વીટર સંબંધિત સમાચારો પણ ઘટી ગયા છે.

Neuralink- ન્યૂરાલિન્કના કૉ-ફાઉન્ડર તરીકે એલન મસ્ક બ્રેન મશીન ઇન્ટરેફનસ તરીકે માણસના મગજમાં લાગનારી ચીપ બનાવવા તરફ અગ્રેસર છે. 

Solar City- ટેસ્લાએ વર્ષ 2016માં સૉલરસિટીને 2.6 અબજ ડૉલરની રકમમાં ખરીદી. 

Open AI- આ એક ડિજીટલ અને ટેકનોલૉજી રિસર્ચ કંપની છે, જેને એલન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં કાર્ય કરવા માટે સહ સંસ્થાપક તરીકે જોઇન કરી છે.

Tesla- એલન મસ્કે માર્ટિન અબરહર્ડ અને માર્ક ટાર્પનિંગ પાસેથી ખરીદી લીધી છે, વર્ષ 2004માં એલન મસ્કે ટેસ્લાના બૉર્ડના ચેરમેન તરીકે જૉઇન કર્યુ અને વર્ષ 2007 માં તેઓ આના સીઇઓ બની ગયા. 

SpaceX- 125 અબજ ડૉલરના રોકાણ વાળી આ કંપની અંતરિક્ષમાં 24 લૉન્ચ કરી ચૂકી છે અને નાશાના કસ્ટમર તરીકે આ કેટલાય રેકોર્ડ પણ બનાવી ચૂકી છે. 

XCom- આ પણ એલન મસ્કનું એક એવું રોકાણ છે જે ખુબ ફાયદાકારક સાબિત થતુ દેખાઇ રહ્યું છે. 

Zip2- આ એક ઓનલાઇન યલો પેજ કંપની છે અને આને એલન મસ્કે ફાયદાકારક કમાણી સાથે વેચી છે, અને 300 મિલિયન ડૉલરની અર્નિંગ કરી છે. 

એલન મસ્કનું પારિવારિક જીવન  - 
28 જૂન, 1971ના રોજ જન્મેલા એલન મસ્ક માત્ર પોતાની સંપત્તિને કારણે જ નહીં પરંતુ તેમના અંગત જીવન માટે પણ હેડલાઇન્સમાં રહે છે. તેમને ત્રણ લગ્ન કર્યા છે અને તેના પ્રથમ લગ્ન વર્ષ 2000માં કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે થયા હતા. જસ્ટિન વિલ્સને 2004માં જોડિયા ગ્રિફીન અને ઝેવિયર મસ્કને જન્મ આપ્યો હતો. આ પછી 2006માં વિલ્સને ત્રણ છોકરાઓને જન્મ આપ્યો. મસ્કે તેમને કાઈ, સેક્સન અને ડેમિયન મસ્ક નામ આપ્યાં. 2008 માં મસ્કે વિલ્સન સાથે છૂટાછેડા લઇ લીધા હતા. 

એલન મસ્કે પછી 2010માં અમેરિકન અભિનેત્રી તલ્લુલાહ રિલે સાથે લગ્ન કર્યા હતા. બંનેએ બે વર્ષ પછી જ છૂટાછેડા લીધા હતા એટલે કે 2010-2012 દરમિયાન તેમના લગ્ન થયા હતા. જોકે, 2013માં મસ્કે ફરીથી તાલુલાહ રિલે સાથે લગ્ન કર્યા, જે 2016માં ફરીથી છૂટાછેડામાં ખબમ થયા. આ પછી મસ્ક લાંબા સમય સુધી સિંગર ગ્રિમ્સને ડેટ કર્યુ, અને બંનેને એક પુત્ર છે, જેનું નામ X AE A-XII છે. માર્ચ 2022 માં ગ્રિમ્સે જાહેર કર્યું કે તેને અને એલન મસ્કે ડિસેમ્બર 2021માં સરોગેટની મદદથી તેમની પ્રથમ દીકરી એક્સા ડાર્કને જન્મ આપ્યો હતો.

Elon Muskનું શિક્ષણ - 
એલન મસ્ક વૉટરક્લૉફ હાઉસ પ્રિપેરેટરી સ્કૂલ અને બ્રાયન્સટન હાઇ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. એલન મસ્ક 17 વર્ષની ઉંમરે કેનેડા ગયા. ત્યાં તેમને ક્વિન્સ યૂનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને બે વર્ષ પછી યૂનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં માઇગ્રેટ કર્યું, જ્યાં તેમને અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી પછી સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીમાં એડમીશન માટે 1995માં કેલિફોર્નિયા ગયા હતા.

એલન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા - 
જાન્યુઆરી 2021 માં 185 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે મસ્ક એમેઝૉનના સ્થાપક જેફ બેઝૉસને પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. નવેમ્બર 2021માં મસ્ક 300 બિલિયન ડૉલરથી વધુની સંપત્તિ સાથે પ્રથમ વ્યક્તિ બન્યા હતાં.

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget