ENG vs PAK Score Live: ઇંગ્લેન્ડે પાકિસ્તાનને જીતવા આપ્યો 338 રનોનો ટાર્ગેટ, સ્ટૉક્સ-રૂટની ફિફ્ટી
England vs Pakistan Live Score Updates: વર્લ્ડકપ 2023 ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે.
LIVE
Background
England vs Pakistan Live Score Updates: વર્લ્ડકપ 2023 ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે. પાકિસ્તાન માટે આ મેચ ખુબજ મહત્વની રહેશે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે તેને બહુ મોટા માર્જિનથી જીતવું પડશે, જે લગભગ અશક્ય છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જો કે, તેઓ હજુ પણ જીત્યા બાદ ટૂર્નામેન્ટ બાદ ઘરે પરત ફરવા માંગશે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 338 રનનો આપ્યો ટાર્ગેટ
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રથમ રમત રમ્યા બાદ ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે. એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આસાનીથી 370નો સ્કૉર પાર કરી જશે પરંતુ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાનના બોલરોએ સળંગ વિકેટ લઈને ઈંગ્લેન્ડને 337 રન પર રોકી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જ્યારે જૉ રૂટે 59 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જૉસ બટલરે 18 બોલમાં 27 રન અને હેરી બ્રૂકે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટો લીધી હતી. જ્યારે શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જૂનિયરને બે-બે સફળતા મળી હતી.
ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો, બેન સ્ટૉક્સ આઉટ
ઈંગ્લેન્ડે 41મી ઓવરમાં 240ના કુલ સ્કોર સાથે ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. શાનદાર બેટિંગ કરી રહેલા બેન સ્ટૉક્સને શાહીન શાહ આફ્રિદીએ બૉલ્ડ આઉટ કર્યો હતો. સ્ટૉક્સ 76 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડનો સ્કૉર 235/2
39 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 235 રન છે. બેન સ્ટૉક્સ 82 અને જૉ રૂટ 48 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 127 રનની ભાગીદારી થઈ છે.
ઈંગ્લેન્ડનો સ્કૉર 221/2
37 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 221 રન છે. બેન સ્ટૉક્સ 66 બોલમાં 79 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે જૉ રૂટ 56 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે.
બેન સ્ટૉક્સ તોફાની બેટિંગ
બેન સ્ટોક્સ 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 78 રન પર પહોંચી ગયો છે. જ્યારે જો રૂટ એક ચોગ્ગાની મદદથી 37 રન પર છે. બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઈ છે. 36 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 220 રન છે.