(Source: ECI/ABP News/ABP Majha)
રવિન્દ્ર જાડેજા ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ, આ દિગ્ગજ ખેલાડીઓથી મળશે ટક્કર
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને વર્તમાન વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગના નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફેબ્રુઆરી મહિના માટે આઇસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.
ICC player of Month Nominees: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને વર્તમાન વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગના નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફેબ્રુઆરી મહિના માટે આઇસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. જાડેજા સિવાય 3 ખેલાડીઓ કે જેઓ આ યાદીમાં શામેલ થયા છે તેમાં ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન હેરી બ્રુક અને વેસ્ટ ઇન્ડીઝ બોલર ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે.
🔹Top all-rounder
— ICC (@ICC) March 7, 2023
🔹Gun middle-order batter
🔹Up-and-coming star
Presenting the nominees for the ICC Women's Player of the Month Award for February 2023 👀
રવિન્દ્ર જાડેજા ગયા મહિને લાંબા સમય સુધી મેદાનથી દૂર રહીને ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી વાપસી કરી હતી. રવિન્દ્ર જાડેજાએ તેની બોલિંગ અને મેદાન પર પુનરાગમન સાથે બેટિંગ બંને સાથે તેનું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. આ ટેસ્ટ સિરીઝની પ્રથમ 3 મેચોમાં જાડેજાએ અત્યાર સુધીમાં 21 વિકેટ લીધી છે જેમાં ફેબ્રુઆરીમાં પહેલી 2 મેચમાં 17 વિકેટ આવી હતી અને તેને મેચ પ્લેયર ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો હતો.
નોમિનેટ ખેલાડીઓમાં બીજા નંબર પર ઇંગ્લેન્ડની ટીમના યુવાન બેટ્સમેન હેરી બ્રુક છે જેણે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. બ્રૂકે 1 સદી અને 2 અડધી સદી ઇનિંગ્સના આધારે 2 મેચમાં કુલ 229 રન બનાવ્યા હતા.
મહિલાઓમાં આ 3 ખેલાડીઓને કરવામાં આવી નોમિનેટ
આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ માટે ફેબ્રુઆરી 2023 ના મહિનામાં નોમિનેટ 3 મહિલા ખેલાડીઓમાં આઇસીસી મહિલા ટી -20 નંબર 1 પ્લેયર એશ્લે ગાર્ડનર, જેમણે તાજેતરમાં સમાપ્ત થયેલ ટી 20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સિવાય, ઇંગ્લેન્ડની મહિલા ટીમની ઓલરાઉન્ડર નેટ સાઈવર બ્રાન્ટ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમના ખેલાડી લૌરા વોલવાઈર્ને નોમિનેટ કરવામાં આવ્યા છે.