IND vs AUS U19 WC Final : ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું
IND vs AUS U19 World Cup Final LIVE Score: ભારતીય ટીમને 2024 અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે.
LIVE

Background
ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું
ઓસ્ટ્રેલિયાએ અંડર 19 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ કબજે કર્યું છે. તેણે ફાઇનલમાં ભારતને 79 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 84 દિવસમાં બીજી વખત ભારતને ફાઇનલમાં હરાવ્યું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે 174 રન બનાવ્યા હતા. જેથી 79 રનથી હાર મળી હતી.
Relentless Australia down India in Benoni to clinch their fourth #U19WorldCup title 🎇#INDvAUS pic.twitter.com/wn7GPVc3xc
— ICC (@ICC) February 11, 2024
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, અભિષેક આઉટ
ટીમ ઈન્ડિયાની છેલ્લી આશા પણ તૂટી ગઈ છે. મુરુગન અભિષેક શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 46 બોલનો સામનો કરીને 42 રન બનાવ્યા હતા. કેલમે અભિષેકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. હવે ભારતીય ટીમની છેલ્લી જોડી મેદાનમાં છે. સૌમી પાંડે બેટિંગ કરવા પહોંચ્યો છે. ટીમ ઈન્ડિયાએ 40.4 ઓવરમાં 168 રન બનાવી લીધા છે.
ટીમ ઈન્ડિયાએ 37મી ઓવરમાં 13 રન બનાવ્યા
ટીમ ઈન્ડિયા માટે 37મી ઓવર ઘણી સારી રહી. આ ઓવરમાં તેણે 13 રન બનાવ્યા હતા. અભિષેકે સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલર એન્ડરસને પણ 3 વાઈડ બોલ ફેંક્યા હતા. ભારતે 37 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. અભિષેક 33 રન બનાવીને રમી રહ્યો છે. નમન તિવારી 2 રન બનાવીને ક્રિઝ પર છે.
ટીમ ઈન્ડિયા હારના આરે
ટીમ ઈન્ડિયાએ 33 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 127 રન બનાવી લીધા છે. મુરુગન અભિષેક 17 રન બનાવીને રમી રહ્યો છે. નમન તિવારી હજુ ખાતું ખોલાવી શક્યો નથી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે હજુ 127 રનની જરૂર છે. તેની પાસે પૂરતી ઓવર બાકી છે. પરંતુ હાથમાં વિકેટ નથી. ઓસ્ટ્રેલિયાએ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
ભારતને મોટો ફટકો લાગ્યો, આદર્શ 47 રન બનાવીને આઉટ
ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. આદર્શ સિંહ 77 બોલમાં 47 રનની સાહસિક ઇનિંગ રમીને આઉટ થયો છે. બિયર્ડમેને આદર્શને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રિયાને શાનદાર કેચ લીધો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
