શોધખોળ કરો

IND vs ENG, 3rd Test: ઈંગ્લેન્ડ 319 રનમાં ઓલઆઉટ, ભારતને 126 રનની મળી લીડ, સિરાજની 4 વિકેટ

IND vs ENG, Rajkot Test: એક સમયે ઈંગ્લેન્ડનો સ્કરો 299 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી સમગ્ર ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ અંતિમ 5 વિકેટ માત્ર 20 રનમાં જ ગુમાવી હતી

IND vs ENG, 3rd Test, Rajkot: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને 126 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 84 રનમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાએ 51 રનમાં 2, કુલદીપ યાદવે 77 રનમાં 2 વિકેટ લીધી હતી. બુમરાહ અને અશ્વિનને પણ 1-1 સફળતા મળી હતી.

20 રનમાં ગુમાવી અંતિમ 5 વિકેટ

ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સર્વાધિક 153 રન બનાવ્યા હતા. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કરો 299 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી સમગ્ર ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ અંતિમ 5 વિકેટ માત્ર 20 રનમાં જ ગુમાવી હતી. બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું.

બીજા દિવસની રમતના અંતે શું હતી સ્થિતિ

બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન હતો. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે ભારતથી 238 રન પાછળ હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આજની રમતના અંતે ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટ અને જો રૂટ અણનમ પરત ફર્યા હતા. બેન ડકેટ 133 રન બનાવીને અને જો રૂટ 9 રન બનાવીને ક્રિઝ પર હતા. ભારત તરફથી રવિ અશ્વિન અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી હતી. રવિ અશ્વિને ઓપનર જેક ક્રાઉલીને આઉટ કર્યો હતો. આ સાથે જ રવિ અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો પાર કર્યો. જેક ક્રાઉલીએ 15 રન બનાવ્યા હતા. ઓલી પોપ 39 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.

ત્રીજી ટેસ્ટ દરમિયાન આ ભારતીય બોલરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, જાણો કેવી છે કરિયર

ભારતીય ટીમ 445 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન, ધ્રુવ જુરેલે 46 રન અને રવિચંદ્રન અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જસપ્રીત બુમરાહે 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બુમરાહે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રેહાન અહેમદને બે સફળતા મળી. જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget