IND vs NZ 3rd Test Day 2 Live: મુંબઈ ટેસ્ટમાં ભારતની પકડ મજબૂત, ન્યુઝીલેન્ડે 9 વિકેટ ગુમાવી, સ્પિનરોનો રહ્યો દબદબો
IND vs NZ 3rd Test Live Score: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. અહીં તમને આ મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE

Background
IND vs NZ 3rd Test Day 2: બીજા દિવસના અંત સુધીમાં, ન્યુઝીલેન્ડે 143 રનની લીડ મેળવી
મુંબઈ ટેસ્ટનો બીજો દિવસ ભારતના નામે રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. ટીમે 143 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. આકાશ દીપ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી.
અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.
IND vs NZ 3rd Test Day 2 Live: ન્યુઝીલેન્ડને નવમો ફટકો લાગ્યો
ન્યુઝીલેન્ડની નવમી વિકેટ પડી. મેટ હેનરી 10 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ટીમે 43.3 ઓવરમાં 171 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડે 143 રનની લીડ મેળવી લીધી છે.
IND vs NZ 3rd Test Day 2 Live: ભારતે 40 ઓવરમાં 162 રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડે 40 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. મેટ હેનરી 8 રન બનાવીને રમી રહ્યો છે. એજાઝ પટેલ 1 રન બનાવીને રમી રહ્યો છે. ટીમે 134 રનની લીડ મેળવી લીધી છે.
IND vs NZ 3rd Test Day 2 Live: ન્યુઝીલેન્ડને આઠમો ફટકો લાગ્યો
ન્યુઝીલેન્ડની આઠમી વિકેટ પડી. વિલ યંગ અડધી સદીની ઇનિંગ બાદ આઉટ થયો હતો. તેણે 100 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અશ્વિને યંગને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
ન્યુઝીલેન્ડે 122 રનની લીડ મેળવી લીધી છે. ટીમે 39 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા છે.
IND vs NZ 3rd Test Day 2 Live: ન્યુઝીલેન્ડને સાતમો ફટકો લાગ્યો
ન્યુઝીલેન્ડની સાતમી વિકેટ પડી. ઈશ સોઢી 8 રન બનાવીને આઉટ થયો હતો. 14 બોલનો સામનો કરીને તેણે એક ચોગ્ગો ફટકાર્યો. રવિન્દ્ર જાડેજાએ સોઢીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડે 38 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
