Asia Cup માં પાકિસ્તાન સામે આવી હશે ભારતીય ટીમ, કેએલ રાહુલ નહીં રમે, આ યુવાને સોંપાશે વિકેટકીપરની જવાબદારી
ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે, કેએલ રાહુલ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે એશિયા કપની શરૂઆતની એક કે બે મેચ ચૂકી શકે છે.
India playing 11 for asia cup 2023: 2023 એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ સાથે જ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચથી કરશે. જાણો પાકિસ્તાન સામે ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
પાકિસ્તાન વિરુદ્ધ નહીં રમે કેએલ રાહુલ
ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતી વખતે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે, કેએલ રાહુલ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તે એશિયા કપની શરૂઆતની એક કે બે મેચ ચૂકી શકે છે. તે સ્પષ્ટ છે કે કેએલ રાહુલ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મેચ નહીં રમે.
ઇશાન કિશન હશે વિકેટકીપર -
ઈશાન કિશનને 2023 એશિયા કપની ટીમમાં રિઝર્વ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તે પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપિંગ સંભાળી શકે છે. જોકે, તે ઓપનિંગ કરતા જોવા મળશે નહીં, કારણ કે શુભમન ગીલ અને કેપ્ટન રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે.
ચાર નંબર પર રમશે શ્રેયસ અય્યર -
ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે, શ્રેયસ અય્યર સંપૂર્ણપણે ફિટ છે. આવામાં તે પાકિસ્તાન સામેની મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. તેના આવવાથી ટીમનો મીડલ ઓર્ડર ઘણો મજબૂત બન્યો છે.
પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન –
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
2023 એશિયા કપ માટે ભારતની 18 સભ્યોની ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા, સંજૂ સેમસન (બેકઅપ).
એશિયા કપ 2023 શેડ્યૂલ
30 ઓગસ્ટ: પાકિસ્તાન Vs નેપાળ, મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિ શ્રીલંકા, કેન્ડી
4 સપ્ટેમ્બર: ભારત Vs નેપાળ, કેન્ડી
5 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન Vs શ્રીલંકા, લાહોર
સુપર-4
6 સપ્ટેમ્બર: A1 Vs B2, લાહોર
9 સપ્ટેમ્બર: B1 Vs B2, કોલંબો
10 સપ્ટેમ્બર: A1 Vs A2, કોલંબો
12 સપ્ટેમ્બર: A2 Vs B1, કોલંબો
14 સપ્ટેમ્બર: A1 Vs B1, કોલંબો
15 સપ્ટેમ્બર: A2 Vs B2, કોલંબો
સપ્ટેમ્બર 17: ફાઇનલ, કોલંબો
શું હશે આ મેચોનો સમય?
એશિયા કપ 2023 પાકિસ્તાન સિવાય શ્રીલંકામાં પણ રમાશે. ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. આ સિવાય ફાઈનલ મેચની યજમાની શ્રીલંકા કરશે. એશિયા કપની મેચો કેન્ડી, મુલતાન, લોહાર અને કોલંબોમાં રમાશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે 30 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યાથી મેચ રમાશે. જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચ કેન્ડીમાં 31 ઓગસ્ટે બપોરે 1 વાગ્યાથી રમાવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે કેન્ડી ખાતે બપોરે 1 વાગ્યાથી મેચ રમાશે. તે જ સમયે, અફઘાનિસ્તાન-શ્રીલંકા મેચ 5 સપ્ટેમ્બરે લાહોરમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. એશિયા કપ 2023 ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરમાં રમાશે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપને કારણે એશિયા કપનું ફોર્મેટ 20-20 ઓવરનું હતું. પરંતુ આ વખતે તે ODI ફોર્મેટમાં રમવાનું છે.
એશિયા કપમાં ફાઈનલ સહિત કુલ 13 મેચ છે. તેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધીનો પ્રવાસ કરશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં થઈ રહ્યો છે.