શોધખોળ કરો

KKR vs RR, Match Highlights: રાજસ્થાને કોલકાતાને 9 વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ

IPL 2023, KKR vs RR: રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

IPL 2023, KKR vs RR: રાજસ્થાન રોયલ્સે એકતરફી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. યશસ્વીએ 47 બોલમાં 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 13 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસન 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 5 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. ટીમ માટે યુઝવેન્દ્ર ચહલે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે 57 રન બનાવ્યા હતા. ટીમનો એક પણ બોલર વિકેટ લઈ શક્યો નહોતો. રાજસ્થાનની એકમાત્ર વિકેટ રન આઉટ થવાને કારણે પડી હતી.

150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં કુલ 26 રન થયા હતા. જયસ્વાલે પ્રથમ ઓવરમાં 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. રાજસ્થાનની પ્રથમ વિકેટ બીજી ઓવરના ચોથા બોલ પર પડી હતી. જોસ બટલર ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. જોકે, યશસ્વીએ બીજા છેડેથી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. તેણે કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો. સંજુ અને જયસ્વાલ વચ્ચે 121 રનની અણનમ ભાગીદારી થઈ હતી. જયસ્વાલ 98 અને સંજુ 48 રન બનાવીને અણનમ રહ્યા હતા.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખાસ રહી ન હતી. ત્રીજી ઓવરના બીજા બોલ પર ઓપનર જેસન રોય 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. બોલ્ટે તેને હેટમાયરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. KKRની બીજી વિકેટ 5મી ઓવરના પ્રથમ બોલ પર પડી હતી. બોલ્ટે રહેમાનુલ્લા ગુરબાઝને પેવેલિયન મોકલ્યો હતો. ગુરબાજે 12 બોલમાં 18 રન બનાવ્યા હતા. કોલકાતાની ત્રીજી વિકેટ 11મી ઓવરમાં પડી હતી. ચહલના બોલ પર રાણા હેટમાયરના હાથે કેચ થયો હતો. રાણાએ 17 બોલમાં 22 રન બનાવ્યા હતા.

કોલકાતાની ચોથી વિકેટ 14મી ઓવરના ત્રીજા બોલ પર પડી હતી. રસેલે 10 બોલમાં 10 રન બનાવ્યા હતા. આસિફે તેને અશ્વિનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વેંકટેશ અય્યર 17મી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 42 બોલમાં 57 રન બનાવ્યા હતા. ચહલે રાજસ્થાનને 5મી સફળતા અપાવી હતી. આ જ ઓવરના ચોથા બોલ પર ચહલે શાર્દુલને 1 રન બનાવીને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. રિંકુ સિંહ 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 18 બોલમાં 16 રન બનાવ્યા હતા. સંદીપ શર્માએ છેલ્લા બોલ પર નરેનની વિકેટ લીધી હતી. નરેને 5 બોલમાં 6 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી ચહલે 4 વિકેટ લીધી હતી. તેમના સિવાય બોલ્ટને 2 અને સંદીપ-આસિફને 1-1 સફળતા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Advertisement

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Mehsana Accident : ઊંઝામાં પૂરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, સામે આવ્યા સીસીટીવી
Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
Surendranagar Car Accident : સુરેન્દ્રનગરમાં ઝમર પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકો જીવતા ભડથું
Hun To Bolish : હું તો બોલીશ : ભક્તિના ધામમાં 'જુગારધામ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
GST પર જાહેરાતની અસર, શેરબજારમાં તોફાની તેજી, 1100 પોઈન્ટ ઉછળ્યો સેન્સેક્સ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Asia Cup 2025 India: એશિયા કપની ટીમમાં આ 11 ખેલાડીઓનું સ્થાન લગભગ નક્કી, જાણો તમામના નામ
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Accident: નવસારીના બીલીમોરામાં મેળામાં રાઈટ તૂટી જતા મોટી દુર્ઘટના, પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા
Rajkot: ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, બે યુવકોનો આબાદ બચાવ
Rajkot: ધોરાજીની શફુરા નદીમાં કાર તણાઈ, બે યુવકોનો આબાદ બચાવ
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
વ્હાઈટ હાઉસમાં થશે ટ્રમ્પ સાથે ઝેલેન્સકીની મુલાકાત, યુરોપિયન અને નાટો દેશોના નેતા રહેશે હાજર
DA Hike : દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર આપી શકે છે સરકારી કર્મચારીઓને ભેટ, જાણો વિગતે
DA Hike : દિવાળી અગાઉ કેન્દ્ર સરકાર આપી શકે છે સરકારી કર્મચારીઓને ભેટ, જાણો વિગતે
નીરજ ચોપરાનો દબદબો યથાવત, મેદાનમાં ઉતર્યા વિના ડાયમંડ લીગ ફાઈનલમાં મારી એન્ટ્રી
નીરજ ચોપરાનો દબદબો યથાવત, મેદાનમાં ઉતર્યા વિના ડાયમંડ લીગ ફાઈનલમાં મારી એન્ટ્રી
Embed widget