T20 World Cup પહેલા ઇંગ્લેન્ડને મોટો ઝટકો, ઇજાગ્રસ્ત થયો કેપ્ટન જૉસ બટલર, આગામી આ મેચમાં નહીં રમી શકે.....
Jos Buttler Injury Update: ઇંગ્લેન્ડે 4 T20 મેચોની સીરીઝની બીજી મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. કેપ્ટન જૉસ બટલર ઈંગ્લેન્ડની જીતનો હીરો હતો. જૉસ બટલરે 51 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી
Jos Buttler Injury Update: ઇંગ્લેન્ડે 4 T20 મેચોની સીરીઝની બીજી મેચમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. કેપ્ટન જૉસ બટલર ઈંગ્લેન્ડની જીતનો હીરો હતો. જૉસ બટલરે 51 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 8 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ શાનદાર ઇનિંગ માટે જૉસ બટલરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જો કે બંને ટીમો વચ્ચે ત્રીજી T20 મંગળવારે રમાશે, પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, ઇંગ્લેન્ડનો કેપ્ટન જૉસ બટલર ઇજાગ્રસ્ત છે, તેથી તે ત્રીજી T20 મેચનો ભાગ નહીં હોય.
શું ચોથી ટી20માં જૉસ બટલર રમશે ?
આ પહેલા મંગળવારે જૉસ બટલરે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. જૉસ બટલર પાકિસ્તાન સામેની ત્રીજી T20નો ભાગ નહીં હોય, પરંતુ શું તે ચોથી T20માં રમશે ? ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સીરીઝની ચોથી T20 મેચ 30 મેના રોજ કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૉસ બટલર પાકિસ્તાન સામેની ચોથી T20નો ભાગ નહીં હોય. ખરેખર, ઈંગ્લેન્ડની ટીમ 31 મેના રોજ T20 વર્લ્ડકપ માટે રવાના થશે. જૉસ બટલર પણ આ ખેલાડીઓમાં સામેલ હશે. તેથી એવું માનવામાં આવે છે કે જૉસ બટલર ચોથી T20 મેચમાં નહીં રમે.
ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લન્ડનું શિડ્યૂલ શું છે ?
T20 વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જૉસ બટલરની આગેવાનીમાં ઇંગ્લેન્ડની ટીમ 4 જૂને સ્કોટલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 8 જૂને આમને સામને ટકરાશે. જ્યારે ઈંગ્લેન્ડ તેની ત્રીજી મેચમાં ઓમાન સામે ટકરાશે. ઈંગ્લેન્ડ અને ઓમાન વચ્ચે 14 જૂને મેચ રમાશે. હાલમાં જ ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ માટે પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. જૉસ બટલર ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરશે.