Vijay Hazare Trophy: કરુણ નાયરની શાનદાર સદી, વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચી બનાવ્યો આ મોટો રેકોર્ડ
વિદર્ભના કેપ્ટન કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. નાયરે પોતાની વિકેટ ગુમાવ્યા વગર લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
Karun Nair Vijay Hazare Trophy: વિદર્ભના કેપ્ટન કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. નાયરે પોતાની વિકેટ ગુમાવ્યા વગર લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 3 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને વિદર્ભ વચ્ચે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યાં તેણે વિજય હજારે ટ્રોફીમાં સતત ત્રીજી સદી ફટકારી હતી. નાયરની લિસ્ટ A ક્રિકેટમાં સાત સદી છે. જેમાંથી તેણે છેલ્લા આઠ દિવસમાં 4 સદી ફટકારી છે.
વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
ભારતીય ટીમની બહાર રહેલા કરુણ નાયરે શુક્રવારે ઈતિહાસ રચ્યો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી. છેલ્લી પાંચ મેચમાં આ તેની ચોથી સદી છે. આ સાથે તે લિસ્ટ Aમાં આઉટ થયા વિના 530 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
યુપી સામે 308 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલા વિદર્ભ માટે નાયરે કેપ્ટનશિપ ઇનિંગ્સ રમી અને 112 રન બનાવ્યા. આ વર્ષે તે વિજય હજારે ટ્રોફીમાં પ્રથમ વખત આઉટ થયો હતો. તે યુપીના અટલ બિહારી રાયે કેચ આઉટ કરાવ્યો હતો. વિદર્ભ માટે ઓપનર યશ રાઠોડે પણ સદી ફટકારી હતી. રાઠોડ અને નાયરે મળીને 228 રનની ભાગીદારી કરી અને ટીમને આસાનીથી મુશ્કેલ લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરી. નાયર 70ના સ્કોર પર પહોંચતાની સાથે જ લિસ્ટ Aમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 500 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો.
33 વર્ષીય કરુણ નાયર સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે જમ્મુ અને કાશ્મીર સામે અણનમ 112 રન બનાવીને વિજય હજારે ટ્રોફીની શરૂઆત કરી હતી. આ પછી તે છત્તીસગઢ સામે 44 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પછી નાયરે સતત સદી ફટકારી હતી. તેણે ચંદીગઢ સામે 163 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેણે તમિલનાડુ સામે 111 રનની શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને ગ્રુપ Eમાં નંબર વન પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો
આ ઇનિંગ બાદ નાયરે લિસ્ટ Aમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ન્યૂઝીલેન્ડના જેમ્સ ફ્રેન્કલિને 2010માં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 527 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત માટે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે તેને દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કરુણ નાયરની કપ્તાનીમાં વિદર્ભ સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને અન્ય ટીમો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.