શોધખોળ કરો
Advertisement
કેએલ રાહુલે હાર્દિક પંડ્યાને કર્યો ટ્રોલ, દીકરાની કારકિર્દીને લઈને આપી આ ખાસ સલાહ
હાર્દિક પંડ્યાએ સપ્ટેમ્બર 2019 બાદ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જ પિતા બન્યો છે. હાર્દિકની પત્ની નતાશા સ્ટાનકોવિચે મુંબઈની એક હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદથી જ હાર્દિકને ટીમ ઇન્ડિયાનાં તેના સાથીઓએ અભિનંદન પાઠવ્યા હતા. હવે ટીમ ઇન્ડિયાના ઓપનર અને હાર્દિક પંડ્યાના ખાસ મિત્ર કેએલ રાહુલે હાર્દિકના દીકરાની કારકિર્દીને લઈને સલાહ આપી છે. પોતાની આ સલાહની સાથે રાહુલે હાર્દિકને ટ્રોલ પણ કર્યો છે.
હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએ ઘરમાં આવેલ નવા સભ્યની સાથે રમતા એક પોતાની તસવીર શેર કરી છે. કૃણાલે હાલમાં જ પોતાના નાના ભત્રીજાની સાથે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. કૃણાલે તેની સાથે જ કેપ્શન લખ્યું, “ચલો ક્રિકેટની વાત કરીએ’ એક બાજુ કૃણાલના ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે તો રાહુલ તેના પર મજેદાર કમેન્ટ લખે છે.
પોતાની કમેન્ટમાં રાહુલે મજાક કરતાં સલાહ આપતા કહ્યું કે, ‘તેને કહેજે કે તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડ બને.” પોતાની કમેન્ટથી રાહુલે હાર્દિકને ટ્રોલ કર્યો, જે ખુદ ભારતીય ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. આઈપીએલથી મેદાન પર કરશે વાપસી હાર્દિક પંડ્યાએ સપ્ટેમ્બર 2019 બાદ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી. વિતેલા વર્ષે ઇજા બાદ તેણે સર્જરી કરાવી અને બાદમાં તેણે રિકવર થવામાં સમય લાગ્યો. આ દમરિયાન તેણે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી અને બાદમાં લોકડાઉન દરમિયાન ઘરમાં જ બન્નેએ લગ્ન પણ કરી લીધા.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement