Kusal Mendis: પાકિસ્તાન સામે તોફાની સદી ફટકારનાર કુસલ મેન્ડિસ હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ
પાકિસ્તાન સામે કુસલ મેન્ડિસે શાનદાર સદી ફટકારી હતી. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
Kusal Mendis Hospitalized: પાકિસ્તાન સામે કુસલ મેન્ડિસે શાનદાર સદી ફટકારી હતી. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પરંતુ આ શાનદાર સદી બાદ કુસલ મેન્ડિસને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ કારણોસર તે મેદાન પર નથી. વાસ્તવમાં, કુસલ મેન્ડિસને પગમાં ખેંચ( ક્રેંપ) પછી હોસ્પિટલમાં જવું પડ્યું હતું. કુસલ મેન્ડિસની ગેરહાજરીમાં દુશન હેમંથા મેદાન પર છે. જ્યારે સદિરા સમરવિક્રમા વિકેટકીપરની ભૂમિકા ભજવી રહી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નિવેદનમાં શું કહ્યું ?
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન વિરૂદ્ધ શાનદાર સદી ફટકારનાર કુસલ મેન્ડિસને પગમાં ખેંચ( ક્રેંપ) થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે કુસલ મેન્ડિસની જગ્યાએ દુશન હેમંથા મેદાનમાં છે.
🚨 Team Updates:
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023
Kusal Mendis was taken to the hospital after the player suffered cramps upon returning from the field after his brilliant knock of 122 runs from 77 balls in the ongoing game vs. Pakistan.
Dushan Hemantha is on the field for Mendis, while Sadeera Samarawickrama… pic.twitter.com/yku4iLeJKe
કુસલ મેન્ડિસે વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારી હતી
પાકિસ્તાન વિરૂદ્ધ કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. આ રીતે કુસલ મેન્ડિસ વિશ્વ કપમાં શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. કુમાર સંગાકારાએ વર્લ્ડ કપ 2015માં 70 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે કુસલ મેન્ડિસે તેના પૂર્વ કેપ્ટનને પાછળ છોડી દીધો છે. કુસલ મેન્ડિસ સિવાય સદિરા સમરવિક્રમાએ પાકિસ્તાન સામે સદીનો આંકડો પાર કર્યો હતો. બંને ખેલાડીઓની શાનદાર સદીના કારણે શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનને જીતવા માટે 345 રનનો ટાર્ગેટ છે.
કુસલ મેન્ડિસ (122 રન) અને સદિરા સમરવિક્રમા (108)ની સદીની મદદથી શ્રીલંકાએ પાકિસ્તાનને 345 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેનોએ શરૂઆતથી જ આક્રમક ક્રિકેટ રમી હતી.