LLC 2022: આજે ફરી એકવાર સહેવાગ-યુવરાજ ચોગ્ગા-છગ્ગા ફટકારતા દેખાશે, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે મેચનુ લાઇવ પ્રસારણ........
ઓમાનમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમો ભાગ લેશે, જે ઇન્ડિયા મહારાજાસ, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ છે.
Indian Maharajas vs Asia Lions: લીજેન્ડ્સ લીગ ક્રિકેટની આજથી શરૂઆત થવા જઇ રહી છે. ઓમાનમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમો ભાગ લેશે, જે ઇન્ડિયા મહારાજાસ, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ છે. પહેલી મેચ ઇન્ડિયા મહારાજાસ અને એશિયા લાયન્સની વચ્ચે રમાશે. આ મેચ અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઇન્ડિયા મહારાજાસમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને યુસુફ પઠાણ જેવા પૂર્વ દિગ્ગજ છે.
વળી, એશિયા લાયન્સમાં પાકિસ્તાનના પૂર્વ બૉલર શોએબ અખ્તર, પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિકી જેવા પૂર્વ દિગ્ગજ છે. ઇન્ડિયા મહારાજાસના કેપ્ટન જ્યાં વિરેન્દ્ર સહેવાગ હશે તો વળી, એશિયા લાયન્સની કમાન શાહિદ આફ્રિદીના હાથોમાં હશે. એશિયા લાયન્સની બૉલિંગ વસીમ અકરમ, શોએબ અખ્તર, મુથૈયા મુરલીધરન અને ઉમર ગુલ સંભાળશે. વળી સનથ જયસૂર્યા, દિલશાન અને મોહમ્મદ હાફીઝ બેટિંગની જવાબદારી સંભાળશે.
સ્ટાર્સથી ભરેલી આ બન્ને ટીમોનીવ વચ્ચે આજે શાનદાર મેચ જોવા મળી શકે છે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગ્યા શરૂ થશે. આનુ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે અને દર્શકો આને સોની લીવ પર ઓનલાઇન જોઇ શકે છે.
આ પણ વાંચો.........
વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે
ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે
IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.
ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા
Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો