LSG vs SRH Score: લખનૌ સુપર જાયન્ટ્સની સતત બીજી જીત, સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું
IPL 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે.
LIVE
Background
લખનૌની શાનદાર જીત
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમનો નિર્ણય ખોટો સાબિત થયો. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન જ બનાવી શકી હતી. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 16 ઓવરમાં પાંચ વિકેટે 127 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
લખનૌ માટે નિકોલસ પૂરને સિક્સર ફટકારી મેચ પૂરી કરી. તેણે 16મી ઓવરના છેલ્લા બોલ પર નટરાજનને સિક્સર ફટકારી હતી. તે છ બોલમાં 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.
લખનૌને પહેલો ફટકો, મેયર્સ આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સની પ્રથમ વિકેટ મેયર્સના રૂપમાં પડી હતી. તે 14 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. લખનૌએ 4.3 ઓવરમાં 35 રન બનાવ્યા છે. હવે દીપક હુડ્ડા બેટિંગ કરવા આવ્યો છે.
લખનૌની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો
122 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનૌ સુપરજાયન્ટ્સે શાનદાર શરુઆત કરી છે. 4.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 35 રન બનાવી લીધા છે.
લખનૌને 122 રનનો ટાર્ગેટ
સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા લખનૌ સુપર જાયન્ટ્સને આસાન ટાર્ગેટ આપવામાં આવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા. લખનૌને 122 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાહુલ ત્રિપાઠીએ 41 બોલમાં સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. અનમોલપ્રીત સિંહે 26 બોલમાં 31 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ 10 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો. વોશિંગ્ટન સુંદરે 28 બોલમાં 16 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી.
સનરાઇઝર્સને ચોથો ઝટકો લાગ્યો
રવિ બિશ્નોઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે હેરી બ્રુકને નવમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો હતો. તે ચાર બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. સનરાઇઝર્સે નવ ઓવરમાં ચાર વિકેટે 55 રન બનાવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
