MS Dhoni: MS ધોનીની અરજી પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો નિર્ણય, IPS અધિકારીને હાજર રહેવા મોકલી નોટિસ
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPS ઓફિસર જી. સંપત કુમાર વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ IPS ઓફિસર જી. સંપત કુમાર વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી કોર્ટના આદેશનો તિરસ્કાર સાથે સંબંધિત છે. હવે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જી. સંપત કુમારને 9 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જસ્ટિસ પીએન પ્રકાશ અને જસ્ટિસ આરએમટી ટીકા રમનની ડિવિઝન બેન્ચે શુક્રવારે (11 નવેમ્બર) આ મામલે એક વૈધાનિક નોટિસ પણ જાહેર કરી હતી.
કોર્ટે નિવેદન પર સ્ટે મુક્યો હતો
આ સમગ્ર મામલો IPL 2013 સાથે જોડાયેલો છે જેમાં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસ બહાર આવ્યા હતા. અધિકારી સંપત કુમાર સ્પોટ ફિક્સિંગ કેસની તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમણે એમએસ ધોની પર પણ ટિપ્પણી કરી હતી. ધોનીએ 2014માં સંપત કુમારને સ્પોટ ફિક્સિંગ સંબંધિત કોઈપણ નિંદનીય અને વાંધાજનક નિવેદનો કરવાથી કાયમ માટે રોકવા માટે સિવિલ દાવો દાખલ કર્યો હતો. 2014માં મદ્રાસ હાઈકોર્ટે સંપત કુમારને ધોની વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવા પર રોક લગાવી દીધી હતી.
પરંતુ તેમ છતાં સંપત કુમારે ન્યાયિક પ્રણાલી અને તેમની સામેના કેસોમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી વકીલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતી કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જ્યારે તેને મદ્રાસ હાઈકોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું ત્યારે તેમણે ડિસેમ્બર 2021માં તેને તેમની ફાઇલ પર લઈ લીધું હતું.
ધોનીએ આ વર્ષે ઓક્ટોબરમાં અરજી દાખલ કરી હતી
આ વર્ષે 18 જુલાઈના રોજ એમએસ ધોનીએ 11 ઓક્ટોબરના રોજ સંપત કુમાર વિરુદ્ધ કોર્ટના આદેશની અવમાનના દાખલ કરી હતી. એમએસ ધોનીએ કહ્યું હતું કે સંપત કુમાર સ્પોટ ફિક્સિંગ મામલે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટને વળતર તરીકે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 41 વર્ષીય એમએસ ધોનીએ 350 વન-ડે, 98 ટી-20 અને અને 90 ટેસ્ટ મેચમાં 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી.