શોધખોળ કરો

IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ

IND vs NZ 2nd Test Day 1: ન્યુઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે.

IND vs NZ 2nd Test Day 1: ન્યુઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ લીધી છે.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 141 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. રવિન્દ્રએ 65 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર 33 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયો હતો.

પ્રથમ ટેસ્ટ માટે ટીમમાં પસંદ ન થયેલા વોશિંગ્ટન સુંદરને અચાનક બીજી ટીમમાં બોલાવવામાં આવ્યો હતો અને તેને પ્લેઈંગ-11માં પણ સામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને સુંદરે સાત વિકેટ લઈને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જેમાંથી તેણે પાંચ ખેલાડીઓને ક્લીન બોલ્ડ કર્યા હતા. એક એલબીડબલ્યુ અને એક કેચ આઉટ થયો હતો. બાકીની ત્રણ વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી હતી. સુંદરે રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, એજાઝ પટેલ અને મિશેલ સેન્ટનરને આઉટ કર્યા છે. આ સાથે જ અશ્વિને કેપ્ટન ટોમ લાથમ, વિલ યંગ અને ડેવોન કોનવેને પેવેલિયન મોકલી દીધા હતા.

કોનવેએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. જ્યારે રચિન રવિન્દ્રએ 65 રન બનાવ્યા હતા. આ બે સિવાય 35+ રનના આંકડાને કોઈ સ્પર્શી શક્યું નથી. લાથમ 15 રન, વિલ યંગ 18 રન, ડેરીલ મિશેલ 18 રન, ટોમ બ્લંડેલ ત્રણ રન, ગ્લેન ફિલિપ્સ નવ રન, ટિમ સાઉથી પાંચ રન અને એજાઝ પટેલ ચાર રન બનાવીને આઉટ થયા હતા. આ સુંદરનો બેસ્ટ સ્પેલ હતો. આ છઠ્ઠી વખત છે જ્યારે ભારતમાં કોઈ ટેસ્ટના પ્રથમ દિવસે સ્પિનરોએ પ્રથમ દાવમાં વિરોધી ટીમના તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ વર્ષે બીજી વખત આવું બન્યું છે. અગાઉ ધર્મશાળામાં ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. હાલમાં ભારતના ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર છે.

આ પણ વાંચો...

IND vs NZ: અશ્વિન બન્યો નંબર 1 બોલર , આ દિગ્ગજને પાછળ છોડી રચ્યો ઈતિહાસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget