NZ vs AFG: ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રને હરાવી સતત ચોથી જીત મેળવી
NZ vs AFG Match Highlights: ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી.
NZ vs AFG Match Highlights: ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી. મેચમાં પહેલા ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને પછી બોલિંગ વિભાગે તબાહી મચાવીને અફઘાનિસ્તાનને 139 રનમાં આઉટ કરી દીધી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 288 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે 71 રન અને કેપ્ટન ટોમ લાથમે 68 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ફર્ગ્યુસન અને સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી.
A fighting 71 on a tough wicket helps Glenn Phillips win the @aramco #POTM in Chennai 🎉#CWC23 | #NZvAFG pic.twitter.com/4chi2V21CJ
— ICC (@ICC) October 18, 2023
રનનો પીછો કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 34.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે રહેમત શાહે સૌથી મોટી 36 રનની ઇનિંગ રમી જેમાં 1 ફોરનો સમાવેશ થાય છે. આ સાથે જ ટીમનો કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. ટીમે શરૂઆતથી અંત સુધી સતત વિકેટો ગુમાવી હતી.
અફઘાનિસ્તાનને પહેલો ફટકો 27 રનના સ્કોર પર છઠ્ઠી ઓવરમાં રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં લાગ્યો હતો, જે 11 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં બીજા ઓપનર ઈબ્રાહિમ ઝરદાન 14 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી 14મી ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (8)ને લોકી ફર્ગ્યુસને પેવેલિયન મોકલ્યો હતો. જો કે આ પછી થોડા સમય માટે અફઘાનિસ્તાનની વિકેટો પર અંકુશ રહ્યો હતો, પરંતુ 26મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે અઝમતુલ્લા ઓમરઝાઈ (27)ને કીપરના કેચ દ્વારા આઉટ કર્યો હતો.
આ પછી અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. 29મી ઓવરમાં સ્થિર ઇનિંગ રમી રહેલો રહેમત શાહ 36 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ નબી 07, રાશિદ ખાન 08, મુજીબ ઉર રહેમાન 04, નવીન ઉલ હક 00, અને ફઝલ હક ફારૂકી 00 રન પર છેલ્લી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યા હતા. ટીમે છેલ્લી ચાર વિકેટ માત્ર 2 ઓવરમાં ગુમાવી દીધી હતી.
કિવી બોલરોએ કમાલ કરી
ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને મિશેલ સેન્ટનરે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટે 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે મેટ હેનરી અને રચિન રવિન્દ્રને 1-1 સફળતા મળી હતી.