શોધખોળ કરો
Advertisement
ધોનીને ફેરવેલ મેચ ના મળતા કયા પાકિસ્તાની ક્રિકેટરે બીસીસીઆઇને ઝાટકી નાંખી, જાણો વિગતે
સક્લૈન મુસ્તાકે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે- હું હંમેશા સકારાત્મક ચીજો કહુ છુ અને કોશિશ કરુ છું કે નકારાત્મકતા ના ફેલાવુ. પરંતુ મને લાગે છે કે ને આ કહી દેવુ જોઇએ કે આ એક પ્રકારની બીસીસીઆઇની હાર છે
નવી દિલ્હીઃ ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસને લઇને પાકિસ્તાની સ્પિનર સક્લૈન મુસ્તાકે એક મોટુ નિવેદન આપ્યુ છે. સક્લૈન મુસ્તાકને લાગે છે કે બીસીસીઆઇએ ધોની સાથે યોગ્ય વર્તન નથી કર્યુ. ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.
સક્લૈન મુસ્તાકે પોતાની યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે- હું હંમેશા સકારાત્મક ચીજો કહુ છુ અને કોશિશ કરુ છું કે નકારાત્મકતા ના ફેલાવુ. પરંતુ મને લાગે છે કે ને આ કહી દેવુ જોઇએ કે આ એક પ્રકારની બીસીસીઆઇની હાર છે.
સક્લૈન મુસ્તાકે કહ્યું - બીસીસીઆઇ મોટા મોટા ખેલાડીઓ સાથે યોગ્ય વર્તન નથી કરતુ ,આ સન્યાસ આ રીતે ના લેવાવો જોઇતો હતો. હું દિલથી આ વાત કરુ છુ અને મને લાગે છે કે તેના ફેન્સ પણ આ વાતને માની રહ્યા છે,આ માટે બીસીસીઆઇથી માફી માંગુ છુ. પરંતુ ધોની સાથે તેમને યોગ્ય વર્તન નથી કર્યુ.
સક્લૈન મુસ્તાકે કહ્યું કે, ભગવાન ભવિષ્યમાં જે પણ ફેંસલા લે તેના પર આશીર્વાદ આપે, પરંતુ મને પછતાવો રહેશે. મને લાગે છે કે ધોનીના દરેક ફેન્સને આ પસ્તાવો રહેશે. છેલ્લીવાર તેને ભારતીય કીટને ખોલીને તેને રમતો જોયા બાદ સન્યાસ લેવો શાનદાર રહેતો. સક્લૈન મુસ્તાકે કહ્યું કે ધોનીને ફેરવેલ મેચ મળવી જોઇતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement