શોધખોળ કરો

આજે SRH અને RR વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો, આ 5 ખેલાડીઓ પર રહેશે બધાની નજર, એકલા હાથે પલટી શકે છે બાજી

IPL 2024: આઈપીએલ 2024 ની ક્વોલિફાયર 2 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં પાંચ એવા ખેલાડીઓ છે જેઓ પોતાની જોરદાર રમતથી મેચની દીશા બદલી શકે છે.

IPL 2024 Qualifier 2 SRH vs RR: આજે એટલે કે 24મી મેના રોજ, બે ટીમો IPL 2024ની ફાઇનલમાં પ્રવેશ માટે ક્વોલિફાયર 2 રમશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે છે. વિજેતા ટીમ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફાઈનલ મેચ રમશે. આજની ક્વોલિફાયર 2 મેચમાં, ફોકસ પાંચ ખેલાડીઓ પર રહેશે જેઓ મેચને પોતાના દમ પર ફેરવી શકે છે. માત્ર ટીમો વચ્ચે જ નહીં પરંતુ ખેલાડીઓ વચ્ચે પણ ખૂબ જ રસપ્રદ સ્પર્ધા થશે.

આ પાંચ ખેલાડીઓ મેચની દીશા બદલી શકે છે

ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે યોજાનારી IPL 2024 ક્વોલિફાયર 2 મેચમાં જે પાંચ ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે તે છે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ટી નટરાજન, રિયાન પરાગ, યુઝવેન્દ્ર ચહલ. આઈપીએલ 2024માં આ પાંચ ખેલાડીઓના પ્રદર્શન પર એક નજર કરીએ.

અભિષેક શર્માઃ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્માએ પોતાના બેટથી બધાના દિલ જીતી લીધા છે. તેણે IPL 2024ના ક્વોલિફાયર 2 પહેલા 14 મેચ રમી છે. આ 14 મેચોમાં તેણે 207.05ના સ્ટ્રાઈક રેટથી 470 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. અભિષેક શર્માએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 35 ચોગ્ગા અને 41 છગ્ગા ફટકાર્યા છે.

ટ્રેવિસ હેડઃ સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ટ્રેવિસ હેડ IPL 2024માં અત્યાર સુધી 13 મેચ રમી ચૂક્યો છે. આ 13 મેચોમાં તેણે 199.63ના સ્ટ્રાઈક રેટથી 533 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદી અને એક સદી સામેલ છે. ટ્રેવિસે આ સિઝનમાં અત્યાર સુધી 61 ફોર અને 31 સિક્સર ફટકારી છે.

ટી નટરાજનઃ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર ટી નટરાજને પોતાની બોલિંગથી કમાલ કરી બતાવી છે. IPL 2024ના ક્વોલિફાયર 2 પહેલા નટરાજને 12 મેચ રમી છે. આ 12 મેચોમાં તેણે 9.13ની ઈકોનોમી સાથે 18 વિકેટ ઝડપી છે. તેનો શ્રેષ્ઠ સ્પેલ 19 રનમાં 4 વિકેટ છે.

રિયાન પરાગઃ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે પણ ઘણા રન બનાવ્યા છે. IPL 2024ના ક્વોલિફાયર 2 પહેલા 14 મેચ રમાઈ છે. આ 14 મેચોમાં તેણે 151.60ના સ્ટ્રાઈક રેટથી 567 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદીનો પણ સમાવેશ થાય છે. રિયાને IPL 2024માં અત્યાર સુધીમાં 40 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા છે.

યુઝવેન્દ્ર ચહલઃ રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલની બોલિંગથી સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો પરેશાન થઈ શકે છે. IPL 2024માં ચહલે અત્યાર સુધી 14 મેચ રમી છે. આ 14 મેચોમાં તેણે 9.48ની ઈકોનોમીથી 18 વિકેટ ઝડપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget